Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

માધવપુર દરિયાકાંઠે એનસીસી કેડેટસ દ્વારા ગરબા નાટક ડાન્‍સ સાથે સફાઇ ઝુંબેશ જાગૃતિ

પોરબંદર તા. ૧૮ : માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે એનસીસીની જુદી - જુદી કેડેટસ દ્વારા સફાઇ અભિયાન હેઠળ ગરબા નાટક ડાન્‍સ યોજીને સાથે સફાઇ ઝુંબેશ જાગૃતિ સંદેશો  ફેલાયો હતો.

માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇ હાથ ધરાયુ હતું. આ સફાઇ અભિયાન ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દીવ એનસીસી નિર્દેશાલયના અધિક મહાનિર્દેશક મેજર જનરલ  અરવિંદ કપુરના નેતૃત્‍વમાં શરૂ કરવામાં આવી હતી .જેમાં એનસીસીના જુદી-જુદી કેડેટ્‍સ દ્વારા ગણેશ વંદના, નાટક, ભરત નાટયમાં ગરબા, રાસ, હરિયાણી ડાન્‍સ, યોગ ડાન્‍સ સહિત કાર્યક્રમ દ્વારા સફાઇનું મહત્‍વ સમજાવવાની સાથે ધુમ્રપાન વ્‍યસનની થતિ અસરો નાટક દ્વારા રજુ કરવામાં આવી હતી કાર્યક્રમ બાદ સૈનાએ માધવપુર બીચ ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું.

રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, રાજયપાલ શ્રી આચાર્યદેવવ્રત, મુખ્‍ય મંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સહિત અન્‍ય રાજયોના મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં માધવપુર ખાતે યોજાયેલ. લોકમેળામાં હજારોની  સંખ્‍યામાં પ્રવાસીઓ આવ્‍યા હતા ત્‍યારે આ મહાનુભાવોએ પણ સ્‍વચ્‍છતાને મહત્‍વ આપી સૌને પ્રેરણા આપી હતી. મેળા બાદ સફાઇ અભિયાનના ભાગરૂપે ગુજરાત, દાદરા નગર હવેલી., દમણ અને દીપ એનસીસી નિર્દેશાલય દ્વારા માધવપુર બીચ ખાતે પુનિત સાગર અભિયાનના ભાગરૂપે બીચ સફાઇની કવાયત હાથ ધરવામાં આવ્‍યું હતું જેમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવ એનસીસી નિર્દેશાલયના નેતૃત્‍વ હેઠળ જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટર દ્વારા આ સફાઇ કામગીરી હાથ ધરાયું હતું. આ કવાયત એનસીસી દ્વારા સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરાથી મુકત સમુદ્રકાંઠા/બીચ અભિયાનના ભાગરૂપે છે. અને આ વિસ્‍તારોને સ્‍વચ્‍છ રાખવાના મહત્‍વ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે પુનિત સાગર અભિયાનનો ઉદ્દેશ સ્‍વચ્‍છ સમુદ્રકાંઠા/બીચના મહત્‍વનો સંદેશો સ્‍થાનિક લોકોમાં ફેલાવવાનો છે. પુનિત સાગર અભિયાન ર૦રર નો પ્રારંભીક તબકકો રાષ્‍ટ્રીય સમુદ્ર દિવસને ગુજરાતના એનસીસી કેડેટ્‍સ દ્વારા જોશ અને ઉત્‍સાહ સાથે ભવ્‍ય રીતે યોજવામાં આવ્‍યો હતો. તેમ અરવિંદ કપુરે જણાવ્‍યું હતું. કેડેટ્‍સ દ્વારા એકઠો કરવામાં આવેલો કચરો નિકાલ અને રિસાઇકલિંગની કામગીરી માટે પોરબંદર નગર પાલિકાને આપવામાં આવશે

(12:53 pm IST)