Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

પોરબંદર પાસે બળેજ સીમમાં એક કરોડથી વધુ રકમની ખનીજ ચોરી : પ શખ્‍સો સામે પોલીસ ફરીયાદ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮ :  નજીકના બળેજના ટોડારા સીમમાં ખાણ ખનીજ વિભાગે એક કરોડથી વધુ રકમની ખનીજ ચોરી ઝડપી લઇને એક અજાણ્‍યા શખ્‍સ સહિત કુલ પાંચ શખ્‍સો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

બળેજની ટોડારા સીમમાં કોસ્‍ટલ હાઇવે ઉપર એક કરોડથી વધુ રકમની ઝડપાયેલી ખનીજ ચોરી અંગે ખાણ ખનીજ ખાતાના માઇન્‍સ સુપરવાઇઝરે નોંધાવેલ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે બળેજની ટોડારા સીમમાં ખાણ ખનીજ ખાતાએ ચેકિંગ કરીને એક કરોડથી વધુ રકમની ચોરી સંબંધે ઉસ્‍માન હનીફભાઇ મકરાણી અને દિનેશ લક્ષ્મણભાઇ પરમાર ગેરકાયદે ખનીજ ખન કરીને રૂા. ૧૬૭૮પ૭૦ ની ખનીજ ચોરી કરીને ખનીજ ભેરલો જીજે ૦૩ વી ૪૭૧૭ નંબરનો ટ્રક લઇ નાસી ગયેલ છે.

આ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે બળેજ પાસે રહેતા લક્ષ્મણ ભાડુભાઇ તથા રાણાભાઇ બન્નેએ રૂા. ૬૯૬પ૦૬૮ નું ગેરકાયદેસર ખનીજ ખનન કરીને ખનીજ ચોરી તેમ એક અજાણ્‍યા શખ્‍સ રૂા. ર૦૬૮૮૦૩ ની ખનીજ ચોરી કરી નાસી ગયેલ છે.

અજાણ્‍યા શખ્‍સ સહિત પાંચેય શખ્‍સો સામે માધવપુર પોલીસ સ્‍ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

(12:58 pm IST)