Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

મોહન ભાગવત વાંકાનેર રેલવે સ્‍ટેશને અડધી કલાક રોકાયા

જબલપુરથી સોમનાથ જતી વખતે રેલવે સ્‍ટેશને ક્રોસીંગ હોવાથી કાર્યકરોને ધોમધખતા તાપમાં ટ્રેનમાંથી નીચે ઉતરીને મળ્‍યા

વાંકાનેર તા. 18 : રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના રાષ્‍ટ્રીય પ્રમુખ મોહન ભાગવત આજે બપોરના પોણા બાર વાગ્‍યાના સમયે જબલપુરથી સોમનાથ એક્‍સપ્રેસ ટ્રેનના એચ-1 એ.સી.કોચમાં બેસી સોમનાથ જતા હતા ત્‍યારે અડધો કલાક અર્નાકુલમ એક્‍સપ્રેસ ટ્રેનના ક્રોસીંગ થતા વાંકાનેર-મોરબીના સંઘના કાર્યકરો સાથે ઔપચારિક વાતો કરતા કહેલ કે હું પ્રથમ ગુજરાતમાં 1994માં આવેલ. આ પર્વે અનંતરાય મહેતા (અનુકાકા) એ ગાયત્રી મંત્રવાળી શાલ ઓઢાડી સન્‍માન કર્યું હતું.
સિક્‍યુરીટી સાથે એચ-1 કોચ પાસે C.I.S.F.ને પ્રાઇવેટ ડ્રેસમાં સુરક્ષા કર્મી આર.પી.એફ.ના જવાનો સુરક્ષા માટે આવી ગયા હતા. વાંકાનેર રેલવે સ્‍ટેશને ટ્રેન આવતા સ્‍ટેશન મેનેજર નવાબસિંહ ભદૌરીયા, વાંકાનેર સંઘના વિરાજ મહેતા, પ્રજ્ઞેશ પટેલ, હિરેન પારેખ, કેતનભાઇ મહેતા, ધ્રુવગિરિ ગોસ્‍વામી, મોરબી સંઘના મહેશભાઇ બોપલીયા તથા જતીનભાઇ હંશુ વાંકાનેર રેલવે સ્‍ટેશન ઉપર ધોમધખતા તડકામાં કાર્યકરો સાથે ઉભા રહી બધાને મળેલ આછો ગુલાબી ઝભોને સફેદ લેંઘોને ખેસ પહેરી આવેલ. ટ્રેનમાંથી ઉતરતા જ લાઇવ તસ્‍વીરો લઇ લીધી હતી. તેઓ ટ્રેનમાં સોમનાથ જતા હતા. (ખાસ આલેખન તસ્‍વીર : ભાટી એન. વાંકાનેર)

 

(3:03 pm IST)