Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

કચ્છ : દરિયાકાંઠે રમતુ બાળક ડૂબી જતા મોત : લીફટમાંથી પડી જતા યુવાનનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૯ : કચ્છમાં અલગ અલગ બનેલા અકસ્માત મોતના બે બનાવોમાં માસૂમ બાળક અને એક યુવાને જીવ ગુમાવ્યો હતો. મુન્દ્રામાં જૂના બંદર પાસે દરિયા પાસે રમતાં માછીમાર પરિવારના ૨ વર્ષીય બાળક તૌફીક જુણસ માંજલિયા નું દરિયામાં ડૂબી જવાથી મોત નિપજયું હતું.

અંજારમાં ખત્રી ચોકમાં ધરતી ફૂટવેર પાસે ચાલી રહેલ મકાનના કામમાં ધાબા ઉપર માલ સામાન તેમ જ મજૂરોને લઈ જવા આવવા માટે રખાયેલી હંગામી લીફટમાં પગ રાખવા જતાં ૨૩ વર્ષીય સાબરકુમાર વિશ્વંભરનું લપસી જતાં મોત નિપજયું હતું.

(10:34 am IST)