Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

જામનગરમાં ડીમોલીશન કાર્યવાહી કરતા આત્મવિલોપનનો પ્રયાસ

ગુજરાત હાઉસીંગ બોર્ડના ભાડૂઆતે સ્થળ પર જ ફિનાઇલ પીવાનો પ્રયાસ કર્યો : ચાર વ્યકિતઓની પોલીસે અટકાયત કરી : ભારે ગરમાગરમીનો માહોલ સર્જાયો

તસ્વીરમાં તંત્ર દ્વારા ડીમોલીશન હાથ ધરાતા આત્મવિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઇ હતી તે નજરે પડે છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ : જામનગરમાં તંત્ર દ્વારા ડીમોલીશન કાર્યવાહી હાથ ધરાતા એક વ્યકિતએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં રણજિતનગર વિસ્તારમાં ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે હાઉસિંગ બોર્ડની જગ્યા પર કોમર્શિયલ બાંધકામ હતું.

ચાર જેટલી ગેરકાયદે દુકાનો તોડી પાડવા તંત્ર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજ.હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાની સંયુકત કામગીરી હાથ ધરતા હાઉસિંગ બોર્ડના ભાડુઆતો માં ભારે નારાજગી સામે આવી હતી.

રણજિતનગર વિસ્તારમાં ડીમોલીશનની કાર્યવાહી પોલીસ ને સાથે રાખી તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી હાથ ધરાતા હાઉસિંગ બોર્ડના પ્રવર્તમાન ભાડુઆતે એ જ સ્થળ પર ફીનાઇલ પીને આત્મવિલોપન નો પ્રયાસ  કરતા હાજર પોલીસે આત્મવિલોપન કરતા અટકાવ્યા હતા.

આ અંગે તાત્કાલિક ચાર વ્યકિતઓની પોલીસે કરી અટકાયત કરી હતી. અને ડીમોલેશન કાર્યવાહી દરમ્યાન ભારે ગરમા ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.

બીજી તરફ ભાડુઆતોએ કોર્ટમાં ગયા હોવા છતાં કોઈપણ રાહ નહીં જોઈને કામગીરી શરૂ કરી દેતા ઉહાપોહ થયો હતો.

(10:44 am IST)