Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021

સોમનાથનો ઉશ્કેરણીજનક વિડીયો બનાવવામાં અન્ય કોની સંડોવણી? આરોપી ઇષાદ રસીદના રિમાન્ડની તજવીજ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: સોમનાથ દરીયાકાંઠે સોમનાથ મંદિરનો વીડીયો બનાવનારઆરોપીનેપાનીપત હરીયાણાથી ઝડપી ગીર સોમનાથ જીલ્લા પોલીસ લાવેલ હતી તેના રીમાન્ડ મેળવાશે.

સોમનાથ દરીયાકિનારે ઉશ્કેરી જનક વીડીયો બનાવનાર આરોપી ઈષાદ રસીદ ને ગીર સોમનાથ જીલ્લાની ટીમ પ્રભાસપાટણ પોલીસ માં લઈ આવેલ હતી ઈન્ચાર્જ પી.આઈ ડી.ડી.પરમાર દ્રારા વીડીયો વાઈરલ થતા તુરતજ સ્થળ ગોતી ટીમો રવાના કરેલ મઘ્યરાત્રી એ તેનેઝડપેલ હતો પ્રભાસપાટણ પી.આઈ રાઠવાએ જણાવેલ હતું કે આરોપીને રાત્રે લાવેલ છે તેની પુછપરછ બાદ કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવાશે કયારે વીડીયો બનાવેલ હતો કોણ કોણ સામેલ છે કોણે વાઈરલ કરેલ છે હાલ ઉશ્કેરણી કરવાનું કારણ સહીત તપાસ કરવામાં આવશે આ આરોપીને ભારે બંદોબસ્ત વચ્ચે પોલીસ સ્ટેશનમાં રખાયેલ છે.

(12:54 pm IST)