Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જામકંડોરણા ગ્રામ પંચાયતમાં નવા હોદેદારોએ સતા સંભાળી

સરપંચ તરીકે ગીતાબેન બગડા અને ઉપસરપંચ તરીકે જયેશભાઇ કોયાણી ઉપસરપંચની ચૂંટણીમાં જયેશભાઇ કોયાણી બિનહરીફ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા. ૨૦: જામકંડોરણા તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત જામકંડોરણા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી અધિકારીની હાજરીમાં ચુંટણી યોજાઈ હતી જેમાં ઉપસરપંચ તરીકે એકમાત્ર જયેશભાઈ જશમતભાઇ  કોયાણીનું ઉમેદવારી, પત્ર રજુ થયંુ હતું જેથી ઉપસ્થિત ગ્રામ પંચાયતના સદસ્યોની હાજરીમાં ચુંટણી અધિકારીએ ઉપસરપંચ તરીકે જયેશભાઈ જશમતભાઈ કોયાણીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. આ. પંચાયતમાં સરપંચ. તરીકે ગીતાબેન બાવનજીભાઈ બગડા બિનહરીફ ચુટાયા. હતા આજે ઉપસરપંચ પણ બિનહરીફ ચૂંટાતા આ. બંને હોદેદારોને તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, મહામંત્રી ગૌતમભાઈ વ્યાસ, ખીમજીભાઈ બગડા,જેન્તીભાઈ ચૂડાસમાં, અશોકભાઈ બગડા, જયેન્દ્રભાઇ મહેતા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોએ આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. અને નવા સરપંચશ્રી ગીતાબેન બાવનજીભાઈ બગડાએ સતાવાર રીતે ચાર્જ સંભાળી સતા સંભાળી હતી. આ તકે ચાર્જે સંભાળ્યા બદ સરપંચ તથા. ઉપસરપંચ અને સદસ્યો અને આગેવાનોએ જામકડોરણામાં બાબાસાહેબ આબેડકરની પ્રતિમાને તેમજ સરઠાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.

(11:08 am IST)