Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

માંગરોળમાં બે કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો

ધોધ વહેતા થતાં નયનરમ્ય નજારો સર્જાયો : જુથળ, ગળોદર, ભંડૂરી, વિરડી, અમરાપુર, માતર વાણિયા સહિતના ગામોમાં પણ ૨ ઈંચ વરસાદ ખાબક્યો

જુનાગઢ,તા.૨૦ : જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસતા સારા વરસાદના લીધે ધરતી પુત્રોમા ખુશી જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં ૧ થી ૫ ઇંચ વરસાદ નોંધાય ચૂક્યો છે. જુથળ, ગળોદર, ભંડૂરી, વિરડી, અમરાપુર, માતર વાણિયા સહિતના ગામોમાં પણ ૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જીલ્લાના માંગરોળ માં ૨ કલાક ૪ ઇંચ અને મેંદરડા ૩ ઇંચ વરસાદ ની માળીયા હાટીના ૨ ઈંચ વરસાદ પડતાં ખેડુત પુત્રો એ વાવણી કરવાનાં શ્રી ગણેશ કર્યાં હતા. જુનાગઢમાં છેલ્લા બે ભારે વરસાદને પગલે ગીરનાર ઉપર ૫ ઈંચ જેટલો વરસાદ વરસતા પહાડોમાંથી પાણીના ધોધ જોવા મળ્યા હતા અને ગીરનારના પર્વત પર નયન રમ્યોનો નજારો જોવા મળ્યો હતો. ત્યારે ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદે જુનાગઢ જીલ્લામાં સર્વરતિક વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહતની સાથે સમગ્ર વાતવરણમાં ઠંડક જોવા મળી હતી.

      ભાવનગર જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભ થતાં સતત સતત ત્રીજા દિવસે થયેલા વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઇ છે, જેમાં શેત્રુંજી ડેમમાં ૨૦૩૦ ક્યુસેક, રજાવળ ડેમમાં ૨૯૪ ક્યુસેક, ખારો ડેમમાં ૪૨૪ ક્યુસેક, રંઘોળા ડેમમાં ૨૧૪૧ ક્યુસેક અને પીંગળી ડેમમાં ૪૨ ક્યૂસેક નવા પાણીની આવક શરૂ થઇ છે. જિલ્લાના કુલ બે ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે જેમાં રંઘોળા ડેમની સપાટી ૪ ઇંચ વધીને ૨૨.૧૦ ફૂટ થઈ છે જ્યારે પીંગળી ડેમની સપાટીમાં પણ ૪ ઇંચનો વધારો થતાં ૧૭ ફૂટ થઇ ગઇ છે. ચોમાસાના પ્રારંભે જ સારો વરસાદ થતાં જળાશયોમાં નવા નીરની આવક થતાં લોકો ખુશ થયા છે.

(7:44 pm IST)