Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

સુજલામ સુફલામ નીચે સુરવો નદીમાંથી માટી ઉપાડવાની મંજૂરી :

(ભિખાભાઇ વોરા દ્વારા) વડિયાઃ રાજયની સરકાર દ્વારા ઉનાળા માંનદી,ડેમ અને તળાવો માં પાણી ખાલી થતા તેમાંથી માટી, કાપ અને મોરામ ખેડૂતો ને ઉપડવા માટે સરકાર દ્વારા ૭-૧૨,૮ આપી જે તે વિભાગ માંથી મંજૂરી લઈ સ્‍વ ખર્ચે માટી ઉપડવા છૂટછાટ અપાઈ હતી. આ બાબતે કોઈ જાગૃતતા જોવા મળી ના હતી. વડિયા ની મધ્‍યમાંથી પસાર થતી સુરવો નદી માંથી માટી ઉપાડવાની વ્‍યક્‍તિગત મંજૂરીઓ કાર્યપાલક ઈજનેર નાની સિંચાઈ યોજના જિલ્લા પંચાયતમાંથી લાવતા એક સાથે અગિયાર ખેડૂતો ને વ્‍યક્‍તિગત ૧૦૦ સો ફેરા ભરવાની મંજૂરી આપી તેની નકલ ખાણ ખનીજ વિભાગ, મામલતદાર અને પોલીસ વિભાગ ને પણ કરવામાં આવતા ખેડૂતો દ્વારા સુરવો નદી માંથી માટી ઉપાડવાનું કાર્ય પૂર્વ સરપંચ છગનભાઇ ઢોલરીયા દ્વારા શ્રીફળ વધેરી શરુ કરવામાં આવતા ગામ લોકો અને ખેડૂતોએ પૂર્વ સરપંચના પ્રયાસોથી શરુ થતા અને મંજૂરીઓ આવતા તેમનો આભાર માન્‍યો હતો.

(11:55 am IST)