Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

શિવરાજગઢમાં સાંથણીની જમીન અંગે આંદોલન:તા.27 ના અધઁનગ્ન હાલતમા પદયાત્રા કરી કલેકટરને કરાશે રજુઆત:આ મુદ્દે ચાર વર્ષ પહેલા બે દલિતો એ ઝેરી દવા પીધી હતી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : તાલુકા ના શિવરાજગઢ મા 98 પરીવાર સાંથણી ના લાભ થી વંચીત હોય અને સરકાર મા અનેક રજુઆતો છતા માંગ પુરી ના કરાઇ હોય ગત તા.14 થી શિવરાજગઢ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ પાસે ઉપવાસ આંદોલન ચાલી રહ્યુ છે.પરંતુ નિંભર બનેલા તંત્ર દ્વારા આંદોલન ની નોંધ સુધ્ધા લેવાઇ ના હોય તા.27 દલીલ સમાજ દ્વારા અધઁનગ્ન હાલત મા પાછળ ઝાડુ બાંધી અને ગળા મા કુરણી સાથે પદયાત્રા કરી રાજકોટ કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

શિવરાજગઢ ના મહેન્દ્રભાઈ સરવૈયા એ જણાવ્યુ કે ગોંડલ તાલુકા ના 84 ગામો ને સાંથણી ની જમીન અપાઇ છે.પણ કોઈ કારણોસર શિવરાજગઢ ને આજ સુધી સાંથણી નો લાભ મળ્યો નથી.છેલ્લા પાંચ વર્ષ થી આ અંગે રજુઆતો કરવા છતા તંત્ર ધ્યાન આપતુ નથી.વર્ષ 2016 મા સાંથણી ના મુદ્દે શિવરાજગઢ મા આંદોલન થયુ હતુ અને બે દલીત ભાઇઓ એ ઝેર ગટગટાવ્યું હતુ.આજે પણ આ બન્ને ભાઇઓ શારીરીક તકલીફ ભોગવી રહ્યા છે.
રાજકોટ કલેકટર ને રજુઆત બાદ પણ જો ન્યાય નહિ મળે તો આંદોલન ઉગ્ર કરાશે તેવું જણાવ્યું હતુ

 

(8:54 pm IST)