Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જૂનાગઢ : વડીયા દેવળીના પોસ્‍ટ માસ્‍તરનો વિદાય સમારોહ

 જૂનાગઢ : અમરેલી જીલ્લાના વડીયા દેવળી ખાતે પોસ્‍ટર માસ્‍તર તરીકે ફરજ બજાવતા એમ કે ચૌહાણની અમરેલી ડીવીઝન ઓફિસ ખાતે બદલી થતા તેઓને બદલી વિદાયમાન વડીયાદેવળી પોસ્‍ટ ઓફિસ ખાતે અપાયુ હતું. ઉપરોકત તસ્‍વીરમાં શ્રી ચૌહાણને પુષ્‍પગુચ્‍છ આપી શુભેચ્‍છા વિદાય આપતા ઢુઢીયા પીપળીયાના બ્રાન્‍ચ પોસ્‍ટ માસ્‍તર હરેશભાઇ પી. જોષી તથા પોસ્‍ટ ઓફિસના તમામ સ્‍ટાફે બદલી વિદાય આપી હતી. અને શ્રી એમ કે. ચૌહાણની ફરજનિષ્‍ઠા અને કર્મચારીઓ સાથેનો તેમનો વ્‍યવહાર બિરદાવી સૌ ગદગદીત થઇ ગયા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

 

(10:28 am IST)