Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં ધુપ - છાંવનો માહોલ : વરસાદનો વિરામ

પડધરીમાં વાઝડી પવનના સુસવાટા વચ્‍ચે કાલે સાંજે વરસાદ પડયો હતો. (તસ્‍વીર : મનમોહન બગડાઇ, પડધરી)

રાજકોટ તા. ૨૧ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ધુપ - છાંવનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે કોઇ - કોઇ જગ્‍યાએ હળવા ઝાપટા વરસી જાય છે.

જો કે આજે સવારથી સર્વત્ર મેઘવિરામ છે અને થોડીવાર વાદળા તો થોડીવાર તડકો છવાઇ જાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : શહેરનું મહત્તમ તાપમાન ૩૬.૫, લઘુત્તમ ૨૯ ડિગ્રી, ભેજ ૮૩ ટકા તથા પવનની ઝડપ ૧૪.૬ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

(1:35 pm IST)