Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મહુવા સુરત ટ્રેનને આણંદ સ્‍ટોપ આપવા રજૂઆત...

સાવરકુંડલા, તા.૨૧: સાવરકુંડલા લીલીયા મતવિસ્‍તારના હજારો વિદ્યાર્થીઓની વેદનાને સમજી  રેલ્‍વે મંત્રીશ્રી દર્શનાબેન જરદોશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે સાવરકુંડલા લીલીયા મતવિસ્‍તારના હજારો વિદ્યાર્થીઓ વલ્લભ વિદ્યાનગર અભ્‍યાસ કરી રહ્યા હોય ત્‍યારે કેન્‍દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ મહુવા-સુરત અને મહુવા - બાંદ્રા ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે આ બંને ટ્રેનનો સ્‍ટોપ આણંદ પણ હવે કરવામાં આવે એવી અમરેલી જિલ્લા ભાજપ અધ્‍યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેથી કરી સાવરકુંડલા લીલીયા મતવિસ્‍તારના હજારો વિદ્યાર્થીઓ ટ્રેન યાત્રા કરી શકે અને અને આ ટ્રેનનો આણંદ સ્‍ટોપ આપવામાં આવે તો ટ્રેન યાત્રાનો લાભ લઇ શકે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને અવર જવરમાં સારું રહે તે હેતુસર રજૂઆત કરવામાં આવી હતી

 

(12:57 pm IST)