Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વાંકાનેર પાલિકા સુપરસીડ કરવાનું ષડયંત્ર : જીતુભાઇ સોમાણી

ર૬ મીએ સાંજે ૭ાા વાગ્‍યે યોજાયેલ સંમેલનમાં ઉમટી પડવા વાંકોનર પાલિકાના પૂર્વ પ્રમુખની હાકલ : ચૂંટણી પૂર્વે રાજકીય કડાકાભડાકા : નગરપાલિકા સભ્‍યોની ખરીદ-વેચાણ સફળ નહિ રહેતા ઉધામા : ર૦૧૭માં પણ મને હરાવવા પ્રયાસો થયેલ : પ્રજાનો મારામાં સંપૂર્ણ વિશ્વાસ : સૌરાષ્‍ટ્રનો રઘુવંશી સમાજ સંગઠિત બને તો ૧૦ બેઠકો ઉપર અચૂક વિજય મળે : રવિવારે જંગી સંમેલન ગજવશું

પ્રેસ કોન્‍ફરન્‍સને સંબોધન કરતા જીતુભાઇ સોમાણી તથા ઉપસ્‍થિત મહાનુભાવો તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : લિતેશ ચંદારાણા-વાંકાનેર)
 (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ર૧ : વાંકાનેર નગર પાલિકાના સભ્‍યોની ખરીદ વેચાણ કરવા ભાજપ મહારથી દ્વારા પ્રયત્‍નો કરવામાં આવ્‍યા પછી કોઇ સાથે ન રહેતા સુપરસીડ કરવાનું ષડયંત્ર કર્યાનો આક્ષેપ વાંકાનેર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી જીતુભાઇ સોમાણીએ પત્રકાર પરીષદમાં કરતા રાજકીય ગરમાવા વ્‍યાપી ગયો છે.
જીતુભાઇ સોમાણીએ વધુમાં જણાવ્‍યું કે ગુજરાતની ૧૬ર નગર પાલીકાઓમાં સૌથી પારદર્શક અને પ્રમાણીક વહીવટ વાંકાનેર નગરપાલીકાનો છે. અમોને આપેલી નોટીસ કોઇપણ કારણ વગર નગરપાલીકાની બોડીને ડીસ્‍કવોલીફાઇડ કરવાના ઇરાદે આપેલ છે. આ નોટીસમાં કોઇ દમ નથી કે નથી કોઇ વ્‍યાજબી વાતમાત્ર મારી કારર્કીદી પુરી કરવા અને મને દબાવવા માટેનું એક ષડયંત્ર છે. છેલ્લા ૩પ વર્ષથી વાંકાનેર નગરપાલીકા પારદર્શક અને પ્રમાણીકપણે ચાલે છે. પ્રજાનો મારા પર સંપૂર્ણ ભરોસો છે. જે મે જાળવી રાખ્‍યોછે. જયારે વાંકાનેરની જનતા છેલ્લા ૧પ વર્ષથી વિપક્ષ મુકત નગરપાલીકા બનાવે છે. હું સમાજ સાથે છુ અને સમાજ મારી સાથે છે. મારૂ જીવન સમાજના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી જેવું છે.
જીતુભાઇ સોમાણીએ જણાવ્‍યું છે કે મોહનભાઇએ ર૦૧૭ માંખુલ્લે આમ મને હરાવવાનો પ્રયત્‍ન જયારે ર૦૧૭ ની વિધાનસભાની ચૂંટણીમાં મને ટિકીટના મળે તે માટે ખુબ જ પ્રયત્‍ન કર્યા પણ નરેન્‍દ્રભાઇ મોદી તથા અમીતભાઇ શાહ દ્વારા મારા પર વિશ્વાસ કરવામાં આવ્‍યો અને વાંકાનેર વિધાનસભાની ટીકીટ મને આપી એટલે પસંદ કરેલા ઉમેદવારને અપક્ષ ઉમેદવારી કરાવી તથા ફાઇનેન્‍શ્‍યલી ફંડ દ્વારા કરાવી તથા ફાઇનેન્‍શ્‍યલી ફંડ પુરૂ પાડી તેમને અને તેમની ટીમ દ્વારા મને હરાવવાના ખુબ જ પ્રયત્‍ન કર્યા તેમ છતા તે ઉમેદવારને પાર્ટી દ્વારા સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યો તુરંત જ પોતાની વગ વાપરીને ભાજપમાં પુનઃ પ્રવેશ કરાવી પાર્ટીનો હોદ્દો અપાવ્‍યો અને જે હોદ્દા પર આજે પણ કાર્યરત છે અને તેઓને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકીટપણ અપાવી હતી.
મોહનભાઇ કુંડારીયા અને  દુર્લભજીભાઇ દેથરીયાએ સાથે મળીને નગરપાલીકા સુપરસીડ કરવાનું કાવતરું રચ્‍યુ છે. જેમાં પ્રદેશ નેતાગીરીને ગેરમાર્ગે દોરી સી.એમ.ઓ. ઓફીસમાંથી નગરપાલીકાને સુપરસીડ કરવાની સુચના આપી છે, અમારા દ્વારા આ કાગળનો જેપણ જવાબ આપીએ નગરપાલીકા ડીસ્‍કવોલીફાઇડ કરવાનું નિヘતિ છે.
આ નેતાઓ ભલે મને ભાજપમાંથી દૂર કરવામાંથી રહ્યા હોય પણ વાંકાનેર વિધાનસભાના મતદારોના દિલમાંથી મને દુર નહી કરી શકે. બાકીની વિગત આગામી તા. ર૬/૦૬ ને રવીવારના રોજ વાંકાનેરમાં જંગી જન સંમેલન કરી જાહેર કરીશું.
મુખ્‍યમંત્રીને વિનંતી કરૂ છું કે આપશ્રીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો નગરપાલીકા સુપરસીડ કરવી પડે તો પહેલા ૧૬૧ કરવી પડે પછી ૧૬ર મી વાંકાનેરનો વારો આવે, કારણ કે નગરપાલીકા એટલી પ્રમાણીકપણે ચાલી રહી છે.  તેમણે લલકાર કર્યો હતો કે વાંકાનેર મેળવવા તમે નીકળ્‍યા છો પણ વાંકાનેર તો કોઇ દિવસ મળશે નહી પણ એટલું યાદ રાખજો કે વાંકાનેર તો એક બાજુએ રહેશે અને તમારા હાથમાંથી મોરબી જતુ ન રહે જેનું ઉદાહરણ મોરબી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલની ચૂંટણીમાં તમે પરીણામ જોઇ લીધુ હશે. હમ લડેંગે યા મરેંગે દમ તક લડેંગે દેખતે હે જીત કીસકી હોતી હે સત્‍ય કી યા અસત્‍યકી.
જીતુભાઇ સોમાણીએ વધુમાં જણાવ્‍યું કે બીજા રાઉન્‍ડમાં જે બદલી થઇ તેમાં વાંકાનેર નગરપાલીકાના ચીફ ઓફીસર સિવાય બીજા કોઇ ચીફ ઓફીસરની ૪-મહિનામાં રીપીટ બદલી નથી થઇ. આ શું દર્શાવે છે ?
મોરબીના રઘુવંશીઓને મારે એટલુ જ કહેવાનું કે બીક ન લાગતી હોય તે જ લોકો આ સંમેલનમાં આવે. સૌરાષ્‍ટ્રના રઘુવંશી સમાજ જો સંગઠીત હોય તો સૌરાષ્‍ટ્રની ૧૦-સીટ ઉપર ગમે તેને હરાવી શકે છે અને ગમે તેને જીતાડી પણ શકે છે. અમો રામધામના નેજા હેઠળ સંગઠીત કરીશુ.
મેં જો ધાર્મિક કાર્ય કર્યા હોય, સમાજના કામ કર્યા હોય, કે રાજકીય ક્ષેત્રે કામ કર્યા હોય, કે ભૂકંપ-વાવાજોડુ-પુર હોનારત અને કોરનામાં રાત દિવસ જોયા વગર કામ કરેલ હોય અને જો મેં ભ્રષ્‍ટાચાર ન કર્યો હોય તો રવીવારે તા. ર૬-૦૬-ર૦રર ના રોજ સાંજે ૭-૩૦ વાગે સંમેલનમાં ઉમટી પડવા હાકલ છે.
આ તકે દિનુભાઇ વ્‍યાસ, જીતુભાઇ પટેલ, રમેશભાઇ વોરા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મેરૂભાઇ સરૈયા, મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, અમીતભાઇ સેજપાલ, વીકીભાઇ, રાજુભાઇ સોમાણી, રાજભાઇ સોમાણી જીતેશભાઇ રાજવીર સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.
 

 

હું વિદેશ છુ : મોહનભાઇ કુંડારીયા
રાજકોટ : જીતુભાઇ સોમાણીના આક્ષેપો અંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાનો અકિલાએ સંપર્ક કરવા પ્રયત્‍નો કરતા તેઓનો ફોન સતત બીઝી આવતો હતો ત્‍યારબાદ સાદા એસએમએસથી જણાવાયુ હતું કે હું વિદેશ છું.

(1:00 pm IST)