Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જૂનાગઢના આલ્‍ફા સ્‍કુલના ૩૬૮ તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન

જૂનાગઢ : આલ્‍ફા સ્‍કુલના સંચાલક જી.પી. કાઠીની યાદી જણાવે છે કે ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં આલ્‍ફા હાઈસ્‍કુલના અને આલ્‍ફા ઈન્‍ટરનેશનલ સેકન્‍ડરી સ્‍કુલના ૮૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્‍ત કરનાર ૧૭૩ તેજસ્‍વી વિદ્યાર્થીઓનો અને એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ ધો.૩ થી ૯ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્‍ત કરનાર ૧૯૫ તેજસ્‍વી વિદ્યાથીૃઓનો સન્‍માન સમારોહ યોજવામાં આવેલ હતો. માણાવદરના ધારાસભ્‍ય જવાહરભાઈ ચાવડા અને ઉદ્દઘાટક તરીકે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્‍સેલર ચેતનભાઈ ત્રિવેદી ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્‍ય ભીખાભાઈ જોષી, કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્‍સેલર પ્રોફ. નરેન્‍દ્રકુમાર ગોંટીયા, ઈન્‍ડીયન મેડીકલ એસોસીએશનના નેશનલ વાઈસ પ્રેસીડેન્‍ટ ડી.પી. ચીખલીયા, સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષ હરેશભાઈ પરસાણા, મહાનગર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, પૂર્વ મેયર ધીરૂભાઈ ગોહેલ, પાર્થ કોટેચા અને કૈલાશકુમાર વાઢેર ઉપસ્‍થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સીનીયર એડવોકેટ પી.ડી. ગઢવી બાર એસોસીએશન જૂનાગઢ પ્રમુખ ભાવેશભાઈ જીંજુવાડીયા, સીનીયર એડવોકેટ હરીશભાઈ દેસાઈ, સહકારી અગ્રણી જેઠાભાઈ પાનેરા, મહાસાગર ટ્રાવેલ્‍સના મેનેજીંગ ડાયરેકટર કાળુભાઈ સુખવાણી, કોર્પોરેટર સંજયભાઈ કોરડીયા, ચિલ્‍ડ્રન વેલ્‍ફેર કમીટીના અધ્‍યક્ષ ગીતાબેન માલમ, એડવોકેટ અશ્વિનભાઈ મણીયાર, નોબલ સ્‍કુલના સંચાલક કે.ડી. પંડયા, જી.એસ.પી. સ્‍કુલના સંચાલક અશ્વિનભાઈ ઉસદડ અને વેલકમ સ્‍કુલના સંચાલક અમિતભાઈ વોરા ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્‍તે ૩૬૮ તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિલ્‍ડ અને પ્રમાણપત્રો આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ અમુભાઈ પાનસુરીયા અને કાનજીભાઈ કાઠીએ અને આભારવિધિ ચેતનભાઈ કોઠીએ કરી હતી. (અહેવાલ - વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:30 pm IST)