Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

વડિયાના ચારણિયામાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ

વડિયા :ચારણિયા સેવા સહકારી મંડળીની ૬૬ મી વાર્ષિક સાધારણ સભામાં જયેશભાઇ રાદડિયા યુવા કેબિનેટ મંત્રીશ્રી અને ચેરમેન રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ બેન્ક લી તેમજ ગોરધનભાઇ ધામેલીયા નવનિયુકત ચેરમેન રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ લી,શ્રી મનસુખભાઇ ખાચરિયા પ્રમુખ  રાજકોટ જિલ્લા ભાજપ,તેમજ અન્ય તાલુકા અને શહેર માંથી પધારેલ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા ચારણિયા ગામના વતની અને આલિધરા ગ્રુપ સુરતના ઉદ્યોગપતિ વલ્લભભાઈ ઠુમરે એમ્બ્યુલન્સ નું દાન આપી જયેશભાઇ રાદડિયાના હસ્તે લોકાર્પણ કરાવી ગામલોકોની સેવા માટે વતનનું ઋણ અદા કરેલ હતું...આ પ્રસંગમાં સમસ્ત ગામલોકો શોસ્યલ ડીસ્કન નું પાલન કરી કાર્યક્રમને સફળ બનાવેલ હતો. એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:45 am IST)
  • એક લેબ્રાડોર ડોગ, અને બે માલીક, હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ : હોશંગાબાદમાં એક લેબ્રા ડોગ પર બે લોકોએ માલિકી હક્ક બતાવ્યો :મામલો વધુ બિચકાતા પોલીસ મથકે પહોંચ્યો : બંને પક્ષોએ પોતાની તરફેણમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરતા પોલીસ પણ ચકરાવે ચડી : હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ access_time 12:52 am IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST