Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે પહોંચ્યા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

શીવરાજપુર બીચ અને સિગ્નેચર બ્રિજની વિકાસ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી :જવાહર ચાવડા , પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અને અન્ય જિલ્લાના આગેવાનો અને ભાજપના નેતા ઉપસ્થિત

અમદાવાદ :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે દેવભૂમિ દ્વારકા ખાતે શીવરાજ બીચની સ્થળ મુલાકાત કરી  વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 મુખ્યમંત્રી રૂપાણીએ સાંજે સરકીટ હાઉસ, દ્વારકા ખાતે જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી, શીવરાજપુર બીચના કામો અને બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિકાસ કામોની માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ સમીક્ષા મુલાકાતમાં  પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, પૂર્વ  ધારાસભ્ય પબુભા  માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ ,મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઈ ભંડેરી,
પ્રવાસન સચિવ હરિત શુક્લા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, રેન્જ આઇ જી , સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી રૂપાણી આવતીકાલે તા. ૨૨, જુલાઇ ગુરૂવારના રોજ સવારે જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન- પૂજા અર્ચના કરીને સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરીને આર્શીવાદ મેળવશે.

(8:18 pm IST)