Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ધ્વજાજી ઉપર વિજળી પડી ત્યારે જ દ્વારકાધીશજીને ધ્વજારોહણનો સંકલ્પ કર્યો’તોઃ વિજયભાઈ

ખૂબ વરસાદ પડે અને દ્વારકાધીશ ભગવાન સૌની રક્ષા કરે તે માટે પ્રાર્થના કરી

ખંભાળીયા-દ્વારકા, તા. ૨૨ : ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શને આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા અને પૂજન-અર્ચન તથા ધ્વજારોહણ કરીને ધન્યતા અનુભવી હતી.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે થોડા દિવસો પહેલા ભગવાનશ્રી દ્વારકાધીશના ધ્વજાજી ઉપર વિજળી પડી હતી. ત્યારે જ મે દ્વારકાધીશ ભગવાનના દર્શન અને ધ્વજારોહણનો સંકલ્પ કર્યો હતો અને તે મુજબ આજે દર્શન-પૂજન-અર્ચન કર્યા હતા. શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યુ કે, ખૂબ જ વરસાદ પડે અને દ્વારકાધીશજી ભગવાન સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

(12:15 pm IST)