Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

બાબરા પોલીસ સ્ટેશનમાં દલીત સમાજની બેઠક

બાબરા પોલીસ સ્ટેશન ખાતે દલીત સમાજ ની બેઠક બોલાવવામાં આવી. જેમાં એસ.સી. એસ.ટી.સેલ ના ડિ.વાય.એસ.પી.ઓઝા સાહેબ, તેમજ વાય.કે.સોલંકી સાહેબ, પી.આઇ.-સાદ સાહેબ સાથે બાબરા નગરપાલિકાના પૂર્વ -મુખ અને દલિત આગેવાન શ્રી ખીમજીભાઈ મારૂ ની આગેવાની હેઠળ અધિકારી શ્રી સાથે પરામર્શ કરી. સમગ્ર ગુજરાતમાં દલિતો ઉપર વધતા  અત્યાચારો ને કાયદાનું મહત્તમ રક્ષણ આપી સમાજને સુરક્ષા આપવા રજુઆત કર હતી અને બાબરા શહેર તેમજ તાલુકામાં સામાજિક સમસ્યાઓ બાબતે ચર્ચાઓ કરી હતી આ તકે દલીત સમાજના આગેવાનો કાનજીભાઈ, મણીલાલ ખુમાણ, ભલાભાઈ મારૂ, નરેશભાઈ ખીમસુરીયા, વશરામભાઇ મારૂ, ઉમેશભાઈ રાઠોડ, જગદીશભાઈ ખીમસુરીયા, સંજયભાઇ સાગઠીયા, મનીષભાઈ કોચરા, કાનજીભાઈ સોલંકી, મૌલિક મારૂ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : મનોજ કનૈયા બાબરા)

(12:54 pm IST)