Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

જામનગર એરપોર્ટ ખાતે વિજયભાઈ રૂપાણીનું ટૂંકુ રોકાણ

જામનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે દ્વારકા ખાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી, જે બદલ આજરોજ મુખ્યમંત્રીશ્રી જામનગર એરપોર્ટ પર પહોંચતા જિલ્લાના પદાધિકારી અને અધિકારીઓએ તેમનુ ભાવભીનુ સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રી સાથે પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીને આવકાર આપવા માટે એરપોર્ટ ખાતે મેયરશ્રી બીનાબેન કોઠારી, ડે. મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા તથા કલેકટરશ્રી સૌરવ પારઘી, એસ.પી. શ્રી દીપન ભદ્રન, કમિશ્નર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ અને પ્રાંત અધિકારી શ્રી આસ્થા ડાંગર વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કરીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર જવા રવાના થયા હતા (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(3:47 pm IST)