Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

પાલીતાણામાં વિદ્યાર્થિની પર ધારીયાથી હુમલો :સમીર નામના યુવકે ધારિયાના ઘા ઝીક્યા

વિદ્યાર્થિનીને હોસ્પિટલ ખસેડાઇ : રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા

વનગરના પાલીતાણામાં વિદ્યાર્થિની પર હથિયારથી હુમલો થયો છે. એમ.એમ.કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પર હુમલો કરવામાં આવ્યો છે. સમીર નામના યુવકે વિદ્યાર્થિનીને ધારિયાના ઘા ઝીક્યા છે. જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થિનીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાને લઇ રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે

પાલીતાણાના બજારમાં વિદ્યાર્થિની પર અજાણ્યા શખ્શ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થિનીને પગના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ વિદ્યાર્થિનીને માનસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આ દરમિયાન હુમલાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. જો કે, હુમલા પાછળનું કારણ શું છે. તેના માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:53 pm IST)