Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ગીરગઢડાના ખીલાવડમાં એકલતાનો લાભ લઇને બાળા ઉપર દુષ્‍કર્મ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર૩ :.. ગીર ગઢડાના ખીલાવડમાં ઘેરે બાળા એકલી હતી ત્‍યારે હાસમ નથુ નામના યુવાન આવીને બળજબરી કરી બાળા ઉપર દુષ્‍કર્મ ગુજારીને નાસી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

દુષ્‍કર્મનો ભોગ બનનાર બાળાએ પોતાના ઉપર દુષ્‍કર્મ આચરનાર હાસમ નથુ નામના મુસ્‍લીમ શખ્‍સ સામે ગીર ગઢડા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે દુષ્‍કર્મના આરોપી યુવાન સામે કલમ ૩૭૬, ૪પ૦ મુજબ ગુન્‍હો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ ગીર ગઢડા પીએસઆઇ કે. એન. અઘેરા ચલાવી રહેલ છે.

(10:46 am IST)