Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

કોડીનાર અકસ્‍માત મૃત્‍યુના કેસોમાં લાખોનું વળતર ચુકવવા થયેલ આદેશ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા. ર૩ :.. કોડીનાર તાલુકાના જગતીયા ગામના સ્‍વ. મધુબેન બચુભાઇ સોલંકી તેમજ સયાજી રાજપરા ગામના પુષ્‍પાબેન ભરતભાઇ ચૌહાણના અકસ્‍માત મૃત્‍યુના કેસમાં કોડીનારના મોટર એકસી. કલેઇમ ટ્રીબ્‍યુનલ દ્વારા અનુક્રમે રૂા. ૧૦,૦૦,૦૦૦ તથા ૧૧,૭ર,૦૦૦ નું વળતર ચુકવવા આદેશ આપેલ છે.

આ કેસની ટૂંકમાં વિગત જોઇએ તો ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના જગતીયા ગામના સ્‍વ. મધુબેન બચુભાઇ સોલંકી ખેતમજુરીનું કામ કરતા હોય અને તેઓનું તા. ૧૦-૪-૧૮ ના રોજ મુંબઇ - અમદાવાદ હાઇવે રોડ, મહારાષ્‍ટ્રમાં ટ્રક તથા બસ અકસ્‍માતે કમકમાટી ભર્યુ અવસાન થયેલ હતું તેમજ મુળ ધામળેજ તથા હાલ સયાજી રાજપરા ગામના સ્‍વ. પુષ્‍પાબેન ભરતભાઇ ચૌહાણ ખેતીકામ તથા પશુપાલનનું કામ કરતા હોય અને તેઓનું તા. ૯-૯-ર૦૧૯ ના રોજ કોડીનાર સુત્રાપાડા રોડ પર ટ્રક અકસ્‍માતે અવસાન થયેલ હોય આ બાબતે ગુજ.ના વારસદારોએ કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા દ્વારા મે. કોડીનારના મોટર એકસી. કલેઇમ, ટ્રીબ્‍યુનલ સમક્ષ કલેઇમ કેસ નં. ૩/૦૧૯ તથા ૩પ/ર૦૧૯ થી અકસ્‍માત કરનાર બસ-ટ્રકના ડ્રાઇવરો, માલીકો અને વિમા કંપનીઓ સામે કલેઇમ અરજી દાખલ કરેલ.

આ કલેઇમ મે. કોડીનારના જજ ઠકકર ની કોર્ટમાં ચાલી જતા આ કામે અરજદારોએ રજૂ કરેલ પુરાવા, એડવોકેટની દલિલો ધ્‍યાને લઇ ટ્રીબ્‍યુનલે કલેઇમ કેસ નં. ૩/ર૦૧૯ ના કામે તા. ૧પ-૧-૦ર૧ ના રોજ હુકમ કરી ગુજ. મધુબેનના વારસદારોને વળતરની રકમ રૂા. ૧૦,૦૦,૦૦૦ પુરા તેમજ કલેઇમ કેસ નં. ૩પ/ર૦૧૯ ના કામે તા. ૧૯-૩-ર૦ર૧ ના રોજ હુકમ કરી ગુજ. પુષ્‍પાબેનના વારસદારોને રૂા. ૧૧,૭ર,૦૦૦ ની રકમ તથા તેના ઉપર અરજીઓની તા. થી ૯ ટકા લેખેનું વ્‍યાજ તથા ખર્ચ સહિતની તમામ રકમ ચુકવવા સામાવાળાઓની સામે હુકમ કરેલ છે.

(10:48 am IST)