Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ધોરાજી : સૃષ્ટિના હત્યારાઓને આકરી સજાની માંગણી

ધોરાજી : જેતલસર ગામે ૧૬ વર્ષની નિર્દોષ યુવતીને ઘરે જઇ ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડેલ છે. ગેલેકસી ચોક ખાતે અને ત્યારબાદ જૂદી જૂદી સંસ્થાઓ ખોડલધામ સમિતિ ધોરાજી, હિન્દુ યુવક સંઘ સમસ્ત કડવા પાટીદાર સમાજ, સમસ્ત આહિર સમાજ, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ, સમસ્ત મુસ્લીમ સમાજ, સમસ્ત સોરઠીયા ધોબી સમાજ, બજરંગ ગૃપ ખાડીયા વિશ્વ હિન્દુ પરિષદ,સમસ્ત જૈન જાગૃતિ સેન્ટર સમસ્ત મેઘવાળ સમાજ, લાયન્સ કલબ, ભારત વિકાસ પરિષદ, જેસીસ ધોરાજી, માધવ ગૌશાળા, કૃષ્ણ ગૌશાળા, ચેમ્બર ઓફ કોમર્સ, હાલાકી વાણંદ સમાજ, ગોકુલધામ ગૌશાળા, સમસ્ત બ્રહ્મસમાજ, સમસ્ત સંધી સમાજ, સમસ્ત વાલ્મીકી સમાજ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સમસ્ત ગુર્જર સુથાર સમાજ, ક્રિષ્ના રાસ મંડળ, સમસ્ત ગુર્જર કડીયા સમાજ, વકીલ મંડળ સમસ્ત લોહાણા મહાજન સમાજ અને સમસ્ત કોળી સમાજ તથા અન્ય સામાજીક સંસ્થાઓ અને જૂદા જૂદા સમાજના અગ્રણીઓએ ભગવતસિંહજી હાઇસ્કુલમાં સ્વ. સૃષ્ટિના આત્માને શાંતિ માટે મૌન પાળી રામધુન બોલાવી ડે.કલેકટરને આવેદનપત્ર પાઠવેલ અને આકરી સજા કરવા માંગ કરેલ હતી તે તસ્વીર.(તસ્વીર : ધર્મેન્દ્ર બાબરીયા,ધોરાજી)

(11:49 am IST)