Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

મોટા ગુંદાળામાં મહારકતદાન કેમ્પ યોજાયો

ધોરાજી : મોટાગુંદાળા ગામે લેઉઆ પટેલ સમાજ ખાતે મહારકતદાન કેમ્પનું આયોજન ખોડલધામ યુવા સમિતિ અને આઇ ખોડલ ગૃપ ગુંદાળા અને જેસીઆઇ જેતપુરના સંયુકત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો હતો અને જેમાં યુવાનો અને બહેનોએ રકતદાન કરેલ હતુ. ૮૦ લોકોએ રકતદાન કરેલ હતુ. ધોરાજી ખોડલધામ યુવા સમિતિ તથા ખોડલધામ ફરેણી સમિતિ અને ખોડલધામ ભોળા તેમજ સરપંચ અને મંડળીના પ્રમુખ તેમજ દુધ મંડળીના પ્રમુખ અને સમસ્ત ગ્રામજનોએ યુવાનોની સેવાઓને બિરદાવી હતી અને દરેક રકતદાતાઓ ભેટ આપી સન્માનીત કરેલ હતી. રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(11:56 am IST)