Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

વેરાવળમાં જમીન - પચાવવી સહિતના ગુન્હામાં સંડોવાયેલ ૪ શખ્સો સામે ગુજસીટોકનો ગુન્હો

કોલ રેકોર્ડીગ - બેન્ક ખાતા સહીતની તપાસમાં અન્યની સંડોવણી ખુલવાની શકયતા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: શહેરમાં નામચીન ટોળકી સામે ગુજસીટોક નો ગુનો નોધાતા ભારે ખળભળાટ મચેલ છે આ ટોળકી ની પાછળ અનેક ની સંડોવણી બહાર આવશે તેમ જાણવા મળેલ છે.

વેરાવળ ના શહેરી પી.આઈ ડી.ડી.પરમારે જણાવેલ હતું કે જેની સામે અનેક ગુનો નોધાયેલ છે તે ટોળકી સામે ગુજસીટોક નો ગુનો નોધાયેલ છે આ ચાર આરોપીઓમાં (૧)ઈમરાન ઉર્ફે રહેમાન મુગલ ચીપો (ર) અમીત ઉર્ફે બાવો યોગેન્દ્ર ભારથી ગૌસ્વામી (૩) વિકી ઉર્ફે વીકી હીમતલાલ દવે (૪) ઈમરાન ઉર્ફે રોક જુસુબ મજેઠીયા જમીન પડાવવા સહીત અનેક પ્રવૃતીઓમાં સંડોવાયેલ હોય તેથી ચારેય સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરાયેલ છે એક આરોપીની શોધખોળ ચાલુ છે આ બનાવ માં ડી.ડી.પરમાર પોતે ફરીયાદી બનેલ છે તપાસ સોમનાથ સુરક્ષાના ડીવાયએસપી એમ.ડી. ઉપાઘ્યાય ને સોપાયેલ છે.

આ ટોળકી સામે અનેક ગુનાઓ નોધાયેલ છે જમીન પચાવી પડાવી અનેક સંડોવણી બહાર આવશે જેથી મોબાઈલ કોલ રેકોડીગ તેની સાથે ઉઠક બેઠક તેમજ બેંકોના ખાતા સહીત ની તપાસ કરવામાં આવશે તેમ જણાવેલ છે.

(1:17 pm IST)