Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ધ્રોલ મુંગરા કન્‍યા વિદ્યાલયની છાત્રાની બાળ વિજ્ઞાન પરિષદમાં પસંદગી

ધ્રોલઃ એનસીએસસી ન્‍યુ દિલ્‍હી અને ગુજકોસ્‍ટ ગાંધીનગરના આર્થિક સહયોગથી ૨૯મો જિલ્લા કક્ષાનો નેશનલ ચિલ્‍ડ્રન સાયન્‍સ કોંગ્રેસનો પ્રોજેકટ કાર્યક્રમ મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર-ધ્રોલ ખાતે યોજાયેલ. મેખ્‍ય વિષયઃ ‘નિરંતર અને ટકાઉ જીવન નિર્વાહ માટે વિજ્ઞાન' અંતર્ગત પાંચેય પ્રોજેકટમાં શ્રીમતી ડી.એચ.કે.મુંગરા કન્‍યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. પ્રથમ થીમમાં ટકાઉ જીવન માટે ઇકો સીસ્‍ટમમાં ઇકો ગાર્ડન શિયાર સંતોષ અને શિયાર શાન્‍તુ પ્રભાતભાઇએ, થીમ-૨માં ટકાઉ જીવન માટે યોગ્‍ય તકનીક પ્રોજેકટમાં ગાયના છાણના વિવિધ ઉપયોગો જયોતિ એમ.ચાવડા તથા હિરલ એચ. ચાવડાએ રજુ કરેલ. થીમ-૩માં ટકાઉ જીવન માટે સામાજિક નવીનતામાં પ્‍લાસ્‍ટિક મુકત પર્યાવરણ બનાવી આર્થિક ઉપાર્જન કરીએ અને જીવન શૈલીમાં પરિવર્તન લાવવા અંગે નવીનતમ પ્રોજેકટ ઋત્‍વી બી. રાઠોડ અને શ્રધ્‍ધા આર.રાઠોડે રજુ કરેલ. થીમ-૪માં ટકાઉ જીવન માટે ડિઝાઇન, વિકાસ અને મોડેલિંગ પ્રોજેકટસમાં ખ્‍યાતિ પી.ચાવડા તથા ધાર્વી એ.મુંગરાએ આધુનિક જીવનમાં સાઇકલ વોશિંગ મશીનની ઉપયોગિતા રજુ કરેલ. જે પ્રોજેકટ રાજય કક્ષા માટે પસંદગી પામેલ. થીમ-૫ ટકાઉ જીવન માટે પરંપરાગત જ્ઞાન સીસ્‍ટમમાં નિશા પી.ચાવડા અને હસ્‍મીતા કે. પરમારે યોગના ફાયદાઓ અંગેનો પ્રોજેકટ રજૂ કરેલ. આચાર્યાશ્રી ડો.પ્રવિણાબેન જે.તારપરાના માર્ગદર્શન હેઠળ આ પાંચ પ્રોજેકટ રજુ કરવા બદલ સ્‍કુલને બેસ્‍ટ એકટીવ સ્‍કુલ એવોર્ડ તથા માર્ગદર્શકશ્રી ઉષાબેન કે.ભીમાણીને એકટીવ ટીચરનો એવોર્ડ મળેલ. જિલ્લામાંથી ૩૫૩ કૃતિ રજુ થયેલ તેમાં મુંગરા કન્‍યા વિદ્યાલયનો થીમ-૪નો પ્રોજેકટ ‘સાઇકલ વોશિંગ મશીન' પ્રથમ નંબર પ્રાપ્‍ત કરી રાજય કક્ષાની સ્‍પર્ધા માટે પસંદ થવા બદલ ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનોને, માર્ગદર્શકશ્રી ઉષાબેન ભીમાણી, સહાયકશ્રી પુનિતાબેન મછોયા અને શ્રદૂધાબાવાળાને સંસ્‍થાના પ્રમુખશ્રી રાઘવજીભાઇ પટેલ તથા ઉપપ્રમુ ડો.વિજયભાઇ સોજીત્રા તથા સંચાલક વિજયભાઇ મુંગરા તેમજ પ્રિન્‍સીપાલશ્રી ડો.પ્રવિણાબેન જે.તારપરાએ અભિનંદન પાઠવેલ તથા રાજય કક્ષા માટે શુભેચ્‍છા આપેલ. તે તસ્‍વીર.
 

 

(11:00 am IST)