Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

પોરબંદરમાં ગાય માતાનો દરજ્જો નહીજાળવનાર પાલિકા સામે કોંગ્રેસનો રોષ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૩ : શહેરમાં ગાય માતાનો દરજ્જો નહી જાળવનાર પાલિકા તંત્ર સામે કોંગ્રેસના આગેવાનોએ ગાયને પ્લાસ્ટિક ખાતી અટકાવવા તેમજ કૂતરાના ત્રાસ બચાવવા તથા પાલિકાના પ્રમુખ અને સબંધિત વિસ્તારના કાઉન્સીલરો રાજીનામા આપે તેવી માંગણી કરી હતી.

શહેરની ઠકરાર હોસ્પિટલ સામે જેને ગાય માતાનો દરજ્જો અપાયેલ હોય તથા જેનામાં ૩૩ કરોડ દેવી દેવતાનો વાસ હોઇ તે ગાય માતાના મૃતદેહને કૂતરાઓ ખાઇ રહ્યા હોય કોંંગ્રેસના આગેવાનોએ રોષ વ્યકત કરીને વીડિયો ઉતાર્યો હતો.

રામ નામ અને ગાય માતાના નામે મત માંગવાવાળાઓને શરમ થવી જોઇએ જે આપણી સમાન હોય તે ગાયને જાહેરમાં કૂતરાઓ ફાડી ખાતા હોઇ ત્યારે શહેરના નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સીલને રાજીનામુ દેવુ જોઇએ એવી માંગણી નાથાભાઇ ઓડેદરા પ્રમુખ જીલ્લા કોંગ્રેસ, મીતભાઇ શીંગરખીયા મહામંત્રી જીલ્લા યુવક કોંગ્રેસ તથા અમનભાઇ મંગલીયા કોંગ્રેસ આગેવાને કરી છે.

(1:24 pm IST)