Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મોરબીના ટીંબડી પાટિયા નજીક થયેલ ગમખ્વાર અકસ્માત મામલે ગુન્હો દાખલ.

મોરબીના ટીંબડી પાટિયા નજીક અસ્વમેધ હોટલ સામે તા.૨૨ ના રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પડેલ ટ્રેલર પાછળ કાર ધુસી જતા કારમાં સવાર પાંચ લોકોના મૃત્યુ નીપજ્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસમાં મૃતકના કાકાએ ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટિયા નજીક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પડેલ ટ્રેઇલર પાછળ કાર ધુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તો આ અક્સમાતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓને ધટના સ્થળે મૃત્યુ નીપજ્યા જતા.બનાવની જાણ થતા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી પી આઈ જે એમ આલ અને તાલુકા પોલીસ મથકના પી આઈ એમ આર ગોઢાણીયા સહિતનો પોલીસ કાફલો ધટના સ્થળે દોડી જઈને તમામા મૃતકોના મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

(9:42 pm IST)