Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

જામખંભાળીયા પાલિકાના અદ્યતન ગાર્ડનનું લોકાર્પણ

જામખંભાળીયા : નગરપાલિકા દ્વારા નિર્મિત અદ્યતન ગાર્ડનનુ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. સરકારશ્રીની ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ દેવભૂમી દ્વારકા જિલ્લાનાં વડા મથક જામખંભાળિયામાં, નગરપાલિકા દ્વારા, અદ્યતન બનાવવામાં આવેલ ગાર્ડનને, નગરપાલિકા પ્રમુખ શ્રેતાબેન શુકલ,જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ,શહેર ભાજપ પ્રમુખ અનિલભાઇ તન્ના,નગરપાલિકા ટીમ,શહેર સંગઠન ટીમ, હોદેદારઓ, આગેવાનઓની ઉપસ્થિતિમાં,લોકાર્પણ કરતી વખતે પૂનમબેન માડમ એ,નગરજનોને સુખાકારીની વધુ એક સુવિધાના અભિનંદન પાઠવ્યા અને'ગ્રીન ઇન્ડીયા'સાર્થક કરવાની દિશામા જાગૃતિ સાથે જાળવણીનું આહવાન કર્યુ હતુ. નગરજનોને સુવિધાસભર ગાર્ડન મળ્યુ છે જેમાં બાળકોના રમતગમત માટે બાળક્રીડાંગણ, ટોઇલેટબ્લોક, ધ્વજવંદન પરેડ માટેનું ગ્રાઉન્ડ, વોલીબોલ- બેડમિન્ટન વિગેરે માટેનું પ્લેગ્રાઉન્ડ, બેસવા માટે સ્ટેપ સીટિંગ, ફેમિલી પ્લેસ, ઉપરાંત લાઇટિંગ સાથેના ફાઉન્ટેન એન્ડ બંગલો, વોકિંગ ટ્રેક, સાઉન્ડસિસ્ટમ, તથા ટ્રેક પર રબર કાર્પેટ સહિતની વિવિધ સુંદર અને આધુનિક સુવિધાઓ કરવામાં આવી છે જે નગરજનો માટે નઝરાણુ બની રહેશે.

(10:06 am IST)