Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

લીંબડી-હાઇવે પર પેટ્રોલ ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વધુ એક અકસ્માત બન્યો છે. જોકે, સદનસિબે આ વખતે કોઈ જાનહાની નથી થઈ. આ વખતે પેટ્રોલ ભરેલા ટેન્કર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાન ડિવાઇર પર પલટી ગઈ હતી. પ્રમાણે લીંબડી-રાજકોટ હાઇવે પર લીંબડીથી આશરે ત્રણ કિલોમીટર દૂરના અંતરે આ અકસ્માત સર્જાયો છે. જેમાં પેટ્રોલ ભરેલા ટેન્કર અને યુટીલીટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બે વ્યકિતને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટેન્કરમાંથી પેટ્રોલ ઢોળાયું કે લીક થયું હોત તો મોટી જાનહાની સર્જાઈ શકતી હતી. જોકે, સદનસીબે પીકઅપવાન જ પલટી ગઈ હતી અને ટેન્કર રસ્તાને નુકસાન થયું ન હતું. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ શરૂ કરી છે. અકસ્માતના સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટેન્કર રસ્તા પર પડ્યું છે જયારે યુટિલિટી વાન ડિવાઇડર વચ્ચે પલટી ગઈ છે. યુટિલીટી વાનમાં સામાન ભરેલો હોવાનું લાગી રહ્યું છે.

(11:54 am IST)
  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST