Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં અલ્પેશ કોઠીયાનો વિજય.

ટંકારા વિધાનસભા પ્રમુખ તરીકે રવિ તળપદા, વાંકાનેર પ્રમુખ તરીકે અબીદ ગઢવારની જીત

મોરબી ગત સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૧૮ થી ૩૫ વર્ષ સુધીના યુવાનો-યુવતીઓએ પોતાના મનગમતા ઉમેદવારને વોટ આપ્યા હતા જેનું રિઝલ્ટ જાહેર થયું છે જેમાં મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે અલ્પેશ કોઠીયાનો વિજય થયો છે.
મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પદે વધુ મત મેળવી અલ્પેશ કોઠીયાએ વિજય હાંસલ કર્યો છે. આ સાથે મોરબી માળીયા વિધાનસભા પ્રમુખ તરીકે સંદીપ કલારિયા, ટંકારા વિધાનસભા પ્રમુખ તરીકે રવિ તળપદા, વાંકાનેર વિધાનસભા પ્રમુખ તરીકે અબીદ ગઢવારની જીત થઈ છે. આ તમામ જીતેલા ઉમેદવારોને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

(9:47 pm IST)