Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ડ્રગ્સ પ્રકરણમાં એટીએસ ટીમ દ્વારા સલાયામાં તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ર૪: મોરબીના ઝીંઝુડા પાસે પકડાયેલ કરોડોના ડ્રગ્ઝ મામલામાં તપાસમાં દ્વારકા જીલ્લાના કલ્યાણપુરના નાવદરા ગામેથી ૧ર૦ કરોડના ડ્રગ્ઝ સાથે રાજુ પટેલ પકડાયેલો હતો.

ડ્રગ્ઝના જથ્થામાં ચાવીરૂપ ભુમીકા ભજવનાર શખ્સ સલાયાનો હોય એ.ટી.એસ.ની તપાસ ટુકડી દ્વારા ગઇકાલે સલાયાની મુલાકાત લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી.

જો કે અગાઉ પણ એ.ટી.એસ. દ્વારા ખાનગી રીતે સલાયામાં ચેકીંગ કરવામાં આવેલ હતું. જે પછી આ બીજી મુલાકાતથી હાલ રીમાન્ડ પર રહેલા શખ્સોની પુછપરછમાં કંઇક નવુ નીકળે તેવી સંભાવના પણ મનાય છે.

ખંભાળીયા, સલાયા, નાવદરા, ઝીંઝુડા પછી જામનગર એમ એક પછી એક ડ્રગ્ઝ કરોડોના પકડાતા ડ્રગ્ઝનંુ પ્રવેશ દ્વાર હાલાર હવે  સાચા અર્થમાં સાબીત થઇ રહયું છે.

(12:32 pm IST)