Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

પોરબંદરમાં ડ્રગ્સ અંગે શંકાસ્પદ યુવકની પુછપરછમાં ATS ને વાંધાજનક મળ્યું નહીં

શંકાસ્પદ યુવકને ડ્રગ્સ સંબંધે પુછપરછ માટે એટીએસ લઇ ગયા બાદ બે દિવસ બાદ પરત પોરબંદર મોકલી આપ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૪ :  સૌરાષ્ટ્રના કાંઠે પકડાયેલ કરોડોની કિંમતના ડ્રગસ્ સંબંધે પોરબંદરના એક શંકાસ્પદ યુવકને પુછપરછ માટે એટીએસે ઉઠાવી ગયા બાદ યુવકની પુછપરછમાં કશુ વાંધાજનક બહાર ન આવતા આ યુવકને પરત પોરબંદર મોકલી આપવામાં આવેલ છે.

સૌરાષ્ટ્રમાં પકડાયેલ કરોડોની કિંમત ડ્રગ્સ સંબંધે એસટીએસ તપાસ માટે પોરબંદર આવેલ અને કેટલાંક ડ્રગ્સ અંગે શંકાસ્પદ યુવકોની પુછપરછ કરી હતી જેમાં એક યુવકને પુછપરછ માટે ગત  શનિવારે એટીએસ લઇ ગયેલ અને આ યુવકની પુછપરછમાં કશુ વાંધાજનક બહાર નહીં આવતા યુવકને એટીએસ સોમવારે પોરબંદર પરત મોકલી આવેલ છે. શંકાસ્પદ યુવક પોરબંદર પંથકની કોઇ ધાર્મિક સંસ્થા સંકળાયેલા હોયની પણ ચર્ચા છે.

પોરબંદરનો અતિ સંવેદનશીલ કાંઠા ભૂતકાળમાં આર.ડી.એસ. અને હથિયાર લેન્ડીંગ માટે કુખ્યાત બન્યો હતો. વર્તમાન સમયે પોરબંદરના કાંઠા ઉપર સુરક્ષા એજન્સીની તપાસમાં કોઇ ડ્રગ્સ કન્સાઇમેન્ટ મળ્યું નથી પરંતુ ડ્રગ્સ માફિયા દ્વારા મીયાણીથી માધવપુર દરિયાઇ પટ્ટા ઉપર ડ્રગ્સ માફિયાઓનો ડોળો ફરતો હોવાની ચર્ચા છે. ડ્રગ્સની હેરાફેરી માટે કેટલાંક તત્વો સક્રિય બન્યા હોય તેવી શંકા છે.

એક ચર્ચા મુજબ આરબ અને આફિકાના કેટલાંક ભાગમાં ખસખસના ઉપયોગ ઉપર પ્રતિબંધ છે જે ખસખસનો ઉપયોગ ડ્રગ્સ બનાવવામાં થતો હોવાની ચર્ચા છે. પોરબંદર પંથકમાંથી એક ગેન્ગ મોટા પ્રમાણમાં ખસખસ આફ્રિકાથી વાયા આરબ રાષ્ટ્રમાં મોકલાતો હોવાની ચર્ચા છે. જે સંબંધે ઉડાણપૂર્વક તપાસની જરૂરી છે.

(12:32 pm IST)