Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જૂનાગઢ ઓમ એજ્યુકેશન કેમ્પસ દ્વારા જોય ઓફ ગિવિંગ

જૂનાગઢ : ઓમ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ''જોય ઓફ ગિવિંગ''ની ઉજવણી કરવામાં આવે છે. જેની અંતર્ગત કોલેજ નો સંપૂર્ણ સ્ટાફ તથા વિશેષ કરીને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ કે જે હકીકતમાં જરૂરિયાત મંદ અને આપવાના કાર્યો માંરોકાયેલ છે, તેમની મુલાકાત લઇ તેમને કપડાં, મીઠાઈ, બાળકો માટે રમકડાં, વગેરે જેવી જરૂરી વસ્તુઓ ઓમ એજ્યુકેશન કેમ્પસના માધ્યમથી આવી સંસ્થાઓ ને પહોચાડવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગ વિકલાંગ સંસ્થા – (જૂનાગઢ), સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટ – (વિજાપુર), હરિ ઁ વૃદ્ધાશ્રમ – (જેતપુર), વડીલ વંદના વૃદ્ધાશ્રમ – (વડાલ), અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ – (કેશોદ), શાંતવન વિકલાંગ સંસ્થા -  (માખીયાળા)  જેવી  સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઇ જરૂરિયાત મંદ લોકોને મદદ કરી હતી.

(1:05 pm IST)