Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જેતપુરના શ્રી નરસિંહજી મંદિરમાં બ્રહ્મચારી તરીકે સંસારી શિષ્યની ચાદરવિધી કરાતા મુખ્ય સેવકો-સાધુઓમાં ઉગ્ર બોલાચાલી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૪:  શહેરના ભાદર કાંઠે આવેલ પ્રાચીન શ્રી નરસિંહજી મંદિરના મહંત બ્રહ્મચારી આત્માનંદજી  બ્રહ્મલીન થઈ જતા તેમના ઉત્તરાધિકારી માટે મંદિરના મુખ્ય સેવકગણ અને અખાડાના  સાધુઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. વિવાદની વાત કરીએ તો બ્રહ્મલીન મહંતના શિષ્ય મોનુ    મોનુ રફ કનૈયાનંદ સંસારી હોય તેને આ બ્રહ્મચારીની પરંપરાગત જગ્યા પર મહંત તરીકે  બેસાડવો હોય તો એક વર્ષ મંદિરની સેવા પૂજા કરે અને જો તેમાં મહંતના ગુણ હશે તો તેની  મહંત તરીકે ચાદરવિધી કરવાની મુખ્ય સેવકગણે અખાડાના સાધુઓ પાસે વાત મૂકી હતી.  પરંતુ અખાડાના સાધુઓનું એવી દલીલ હતી કે, શિષ્યના છૂટાછેડા થઈ ગયા છે તેની પુત્રીને  તેના પરીવારજનો સાચવે છે અને તેણે સન્યાસ પણ લઈ લીધો હોવાથી હવે તેને બ્રહ્મચારી  કહેવાય. અને બ્રહ્મલીન આત્માનંદબાપુએ અખાડામાં મોનુની શિષ્ય તરીકેની નોંધણી પણ  કરાવી લીધી છે. સેવકગણ પણ પોતે વર્ષોથી મંદિર સાથે જોડાયેલ હોય એટલે શિષ્યને સારી  રીતે ઓળખતા હોય અને જો તેણે સન્યાસ લઈ લીધો હોય તે વારંવાર તેમના ઘરે કેમ જાય  છે ? અને અહીં મંદિરે પોતાના ભાઈને સાથે કેમ રાખ્યો છે અને છૂટાછેડા થઈ ગયા હોય તો  તેના કાગળ બતાવો તેવું દલીલ કરતા એક સાધુ ઉગ્ર થઈ ગયા. જેથી સાધુ  અને સેવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને સેવકોએ મંદિર વર્ષોથી અમે ચલાવીએ છીએ  બ્રહ્મલીન મહંતના છેલ્લા શ્વાસ સુધી સાથે રહ્યા હવે અમો મંદિરે નહિ આવીએ તેમ કહીને  મંદિરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ . વિરોધ હોવા છતાં તેમની  ગેરહાજરીમાં શિષ્ય મોનુ ઉર્ફે કનૈયાનંદની ચાદરવિધી કરવામાં આવી હતી.

(1:08 pm IST)