Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચુંટણી ઇન્ચાર્જો સાથે ભુજમાં બેઠક યોજી: હવે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં સમીક્ષા

પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા પ્રવાસમાં સાથે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪  : ભાજપના પ્રદેશ પમુખ સી.આર. પાટીલ આજે એકાએક ભુજ પહોંચ્યા હતા. પ્રદેશ મહામંત્રી, સાંસદ વિનોદ ચાવડા, ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ, જિલ્લા પ્રમુખ વલમજી હુંબલ તેમ જ જિલ્લાની ૬ એ ૬ બેઠકના ૬ ચૂંટણી પ્રભારી સાથે તેમણે બંધ બારણે ચર્ચા યોજી હતી. બાદમાં સી.આર. પાટીલએ પત્રકાર પરિષદમાં મીડિયા સાથે વાત કરી હતી. પ્રદેશ પ્રમુખ પાટીલએ ગુજરાતમાં ફરીવાર ભાજપ સરકાર બનશે એવો દાવો કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૫૧ પ્લસ ના ટાર્ગેટ ને પૂર્ણ કરી ભાજપ ઇતિહાસ રચશે એવો હુંકાર કર્યો હતો. કચ્છની ૬ એ બેઠક પર ભાજપ તરફી વાતાવરણ હોવાનું જણાવી એક પણ સમાજ કે જ્ઞાતિ ભાજપ થી નારાજ ન હોવાનું જણાવ્યું હતું. રાજ્યના દરેક જિલ્લામાં ચૂંટણીના ઇન્ચાર્જ સાથે બેઠક યોજી સમીક્ષા કરી રહ્યો છું એવું જણાવી પાટીલે કચ્છ બાદ મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ ની બેઠકો અંગે ચર્ચા કરવાનું જણાવ્યું હતું. ગુજરાતના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લગાવ છે. આ ચૂંટણી તમામ મતદારો નરેન્દ્ર ભાઇ માટે લડે છે એવું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું.

(2:48 pm IST)