Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ખેરાણામાં નાળાનાં કામની ગુણવતા નબળીની શંકા

ગ્રામજનોની ડે. કલેકટરને રજુઆત : તપાસની કરી માંગ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૨૪:  ચોટીલાનાં ખેરાણા ગામે નવા નાળાની કામગીરી ચાલે છે જેમા નબળી ગુણવતાની આશંકા સાથે ગ્રામજનોએ રજુઆત કરી છે.

ખેરાણા જવાના રસ્તા ઉપર આવેલી નદી પર નાળું બનાવવાની વર્ષોથી સ્થાનિકોની માંગ હતી , જે અંગે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજુઆત કરેલ હતી જેના કારણે નવા નાળાંનું કામ મંજુર થતા કોન્ટ્રાકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

નાળાની કામગીરી સામે ગામના લોકોએ પ્રાંત અધિકારીને રજુઆત કરી છે કે પ્લાન એસ્ટિમેટ મુજબ મટીરીલ્સ વપરાતું નથી. કામ કરનાર પાસે પ્લાન એસ્ટિમેટ માંગવા છતા કોઇ માહિતી સ્થાનિક ને આપતા નથી જેથી જે કામગીરી થાય છે તે નિયમ મુજબ જણાતી નથી! નબળી ગુણવતાની આશંકા વ્યકત કરી તપાસ કરવા માંગણી કરી છે.

કામગીરી અને એસ્ટિમેટ મુજબ નહી જણાતા કોન્ટ્રાકટર દ્વારા હલ્કી ગુણવત્ત્।ા નો માલ વાપરીને કામ શરૂ કર્યાનું તેમજ જેટલુ થયેલ છે તે પણ નબળુ હોવાની શંકા વ્યકત કરી છે.

આ અંગે લેખિતમાં રાજુભાઇ સોનારા, ઉદયભાઇ, અશ્વિનભાઇ જાડા સહિતનાએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી તપાસ યોગ્ય કરવાની માગણી કરી છે.

(11:30 am IST)