Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાની તાલુકા કક્ષાએ હોળી

કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન-કાર્યક્રમો યથાવત

વિંછીયામાં ખેડૂતોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. (તસ્વીર : પિન્ટુ શાહ-વિંછીયા) 

રાજકોટ, તા. ર૪ :  કોંગ્રસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની આગેવાનીમાં ભાજપની કેન્દ્ર સરકાર સામે કૃષિ કાયદાનો વિરોધ થઇ રહ્યો છે.

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને નિર્ણયના કારણે ગુજરાત અને સમગ્ર દેશના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. ભાજપ સરકારે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરીને ભારતના અન્નદાતાને મરણતોલ ફટકો માર્યો છે. આ સમગ્ર બાબતને લઇને દેશભરમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને સમગ્ર દેશના ખેડૂતો ર૮ દિવસથી દિલ્હીમાં વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોના આ અહિંસક આંદોલનમાં રર ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે.

આ સંજોગોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર ખેડૂત આંદોલનને સમર્થન તેમજ ભાજપ સરકારે પસાર કરેલ ત્રણ કાળા કાયદા વિરૂધ્ધ જિલ્લા વડામથકે તેમજ તમામ તાલુકા વડામથકે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

જે અંતર્ગત આજે કોંગ્રેસ દ્વારા તાલુકા કક્ષાએ કૃષિ કાયદાની હોળી કરવામાં આવી છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : કાલે ર૩ ડિસેમ્બર એટલે ખેડૂત દિવસે ખેડૂતોને ધરતીના તાત ને આંદોલન-ભુખ હડતાલ કરવા પડે તે અતિ દુઃખની વાત છે !! દિલ્હીમાં લગભગ એક માસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં રર જેટલા ખેડૂતો દ્વારા શ્રધ્ધાંજલિ આપી તેમને શહિદનો દરજજો આપવા તેમજ ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પરત લેવા માંગ કરી હતી. આજના કાર્યક્રમમાં ખેડૂત અગ્રણી મુકેશભાઇ રાજપરા, ચતુરભાઇ ગોહીલ, દેવધરીના સરપંચ રમેશભાઇ જેતાણી સહિતના ખેડૂતો જોડાયા હતા.

(11:32 am IST)