Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

વઢવાણ, લખતર તાલુકામાં ખનીજ ચોરી : ૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત

વઢવાણ,તા. ૨૪: સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભુમાફીયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ચોરીનું ખનન અને વહનના બનાવો વધી રહ્યાં છે અને સરકારી તીજોરીને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે .

ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં ચેકીંગ હાથધર્યું હતું જેમાં લખતર તાલુકામાંથી ગેરકાયદેસર બ્લેકટ્રેપનું વહન કરતાં ચાર ડમ્પરો સહિત લાખોનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી મુજબ લીંબડી, સાયલા, ચોટીલા, મુળી, થાન સહિતના તાલુકાઓમાં મોટાપાયે ખનીજ સંપત્ત્।ી આવેલી છે જેમાં અલગ-અલગ જગ્યાએથી ચાર ડમ્પરોને ગેરકાયદેસર ખનીજ સંપતીનું વહન કરતાં ઝડપી પાડવામાં આવ્યાં હતાં જેમાં ત્રણ ડમ્પરોને લખતર પોલીસ મથકે સીઝ કર્યા હતાં જેના માલીકો દિગ્વિજયસિંહ ડોડીયા રહે.સાયલા તથા મહિપતસિંહ ચાવડા રહે.સાયલા અને બુટાભાઈ જોગરાણા રહે.જશાપરવાળાના હોવાનું બહાર આવ્યું હતું. અને ગેરકાયદેસર કાર્બોસેલ સહિત કુલ ૬૦ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

આ ઉપરાંત વધુ એક ડમ્પર વઢવાણ મેળાના મેદાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું અને તેના માલીક દશરથસિંહ પઢીયાર રહે.સાયલાવાળા સામે ફરીયાદ નોંધી હતી અને આ ડમ્પર સહિત અંદાજે ૨૦ લાખનો મુદ્દામાલ વઢવાણ પોલીસ મથકે સીઝ કર્યો હતો. આમ ખાણ ખનીજ વિભાગની ટીમે વઢવાણ અને લખતર તાલુકામાંથી કુલ વાહનો અને ખનીજ સંપત્ત્િ। સહિત અંદાજે રૂ.૮૧ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જયારે આ સમગ્ર રેઈડ દરમ્યાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પ્રકાશભાઈ પટેલ, સંજયસિંહ મસાણી, તેજપાલસિંહ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી અને ખાણ ખનીજ વિભાગની રેઈડથી ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

(11:35 am IST)