Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

પાણસીંણા પાસે ૩૯ પાડા ભરેલ ટોરસ ટ્રક ઝડપાયો : રાજકોટના શખ્સ સહિત ૩ની અટક

વઢવાણ,તા. ૨૪: પાણસીણાં નજીક દેવપરા ના પાટીયા પાસે કતલખાને લઇ જવાતા ૩૯ જનાવરોને જીવ દયા પ્રેમીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ટ્રકનો પીછો કરી ત્રણ આરોપીઓને દબોચી લીધા અને પોલીસના હવાલે કર્યા હતા.

રદ્યુભાઇ કરમણભાઇ સીંધવ ભરવાડ (ઉં.વ.૪૧) રહે.લીંબડી બસ સ્ટેન્ડ સામે ભાઠીના હનુમાન પાસેએ ફરીયાદ નોંધાવેલ છે કે, (૧)વાહીદભાઇ હબીબભાઇ ખોરાણી જાતે  ઉં.વ.૩૯ ધધો ડ્રાઇવીંગ રહે.મીની કસ્બાવાડ શેરી નં-૨ હેડ કવાટર્સ રોડ અમરેલી (૨)આબીદભાઇ અલીભાઇ તરકવાડીયા  ઉં.વ.૩૦ ધધો કલીનર રહે.જીન પ્લોટ ચીતલ (૩)કાસમભાઇ નુરમહમદભાઇ સંધી ઉં.વ.૫૧ ધધો ડ્રાઇવર રહે.કાસમપુરા રામહોલ મંદીરની બાજુમાં વિરમગામ (૪) હાજીભાઇ રહે.હાલ રાજકોટ મુળ રહે.ધોરાજી ટોરસ ટ્રક નં.GJ-14-X-8878 વાળીના પાછળના ભાગે નંદાસણથી ભરી જુનાગઢ હાજીભાઇ કહે ત્યાં લઇ જવા નાના જીવતા પાડા જીવ નંગ-૩૯ કીં.રૂ.૭૮,૦૦૦/- વાળા કૃરતા પુર્વક ભરી ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા નહી રાખી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરી કતલખાને લઇ જવાના ઇરાદે દોરડા વડે બાંધી કુલ કિં.રૂ.૮,૭૮,૦૦૦/- ના મુદ્દામાલ રાખી આરોપી નં-૧ થી ૩ વાળા પકડાય જઇ તથાહાજર નહી મળી આવી ગુન્હો કર્યા બાબત. તપાસ એ.એસ.આઇ. સી.એમ.મકવાણા પાણશીણા પો.સ્ટે. નાઓ કરે છે.

ઝીંઝુવાડા પોલીસે બંધુક સાથે બે ને ઝડપી લીધા

ફરીયાદી રણછોડભાઇ દેવશીભાઇ ભરવાડ એ.એસ.આઇ. ઝીંઝુવાડાએ ફરીયાદ નોંધાવેલ છે કે, આરોપી (૧)બકુભા ભારૂભા ઝાલા (૨)ગુગાભાઇ રામાભાઇ બજાણીયા રહે.બંને રોઝવા તા.પાટડીએ પોતાના કબ્જામા ગેરકાયદેસર લાઇસન્સ પરવાના વગર બે હાથ બનાવટની સીંગલ બેરલની બંધુક કીં.રૂ.૫,૦૦૦/- સાથે પકડાઇ જતા ગુનો કર્યા બાબત. તપાસ પો.હેડ કોન્સ.  એમ.એલ.વણોલ ઝીંઝુવાડા કરે છે.

(11:35 am IST)