Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મોરબી સિરામિકમાં વપરાતા ગેસના ભાવમાં ડિસ્કાઉન્ટ ઘટ્યુ, ગેસના ભાવ વધ્યા

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૪ : મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઈનાને ટક્કર મારી રહ્યો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય ટાઈલ્સની ખુબ માંગ છે એવામાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં આપવામાં આવતું ડિસ્કાઉન્ટ ઘટાડ્યું છે.જેથી સિરામિક ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે મળતી માહિતી મુજબ મોરબી સિરામિક ઉદ્યોગ ગેસના ભાવને લઈને આગાઉ પણ પરેશાન થયો છે ત્યારે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા આડકતરી રીતે ગેસના ભાવમાં વધારો કરીને સિરામિકઉધોગની મુશ્કેલીમાં વધારો કર્યો છે.જેમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ૧ જુન ૨૦૨૦ ના રોજ મોરબી સિરામિક ઉધોગને પ્રતિ કયુબીક મીટરે રૂપિયા ૨ નું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું ત્યાર બાદ ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ રોજ અમલમાં આવે તે રીતે આ ડિસ્કાઉન્ટ પ્રતિ કયુબીક રૂપિયા ૪.૫૦ કરવામાં આવ્યું હતું.હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના તીવ્ર ભાવ વધારાને કારણે ગેસના ભાવના ડિસ્કાઉન્ટમાં ધટાડો ૦.૫૦નો કરવામાં આવ્યો છે.સિરામિક વપરાતા ૨૯.૮૦ રૂપિયામાં ૪.૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવમાં આવતું હતું જેથી પહેલા ૨૫.૩૦ રૂપિયા જેટલા આશરે ભાવ ચૂકવામાં આવતો હતો પરંતુ હવે ૨૯.૩૦ રૂપિયા આશરે સિરામિકને ચુકવવા પડશે. જે ઘટાડો થતા હવે જેથી સિરામિક ઉધોગમાં મુશ્કેલી વધી છે.સિરામિક ઉધોગના ચાલતા ગુજરાત ગેસના ભાવના ડિસ્કાઉન્ટમાં વધારો થતા સિરામિક ટાઈલ્સના ભાવમાં વધારો થાય તેવી શકયતા રહેલી છે. સિરામિક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરીયા  જણાવ્યું કે હાલ સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા અવનવા પ્રયાસો કરી રહી છે. તેની સામે ગુજરાત ગેસે ડિસ્કાઉન્ટ પાછું ખેંચવાનો અને એગ્રીમેન્ટના સમયગાળામાં વધારો કરવાનો જે નિર્ણય લીધો છે તે અયોગ્ય છે. તેને ઉદ્યોગકારો વખોડી રહ્યા છે.આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગકારોમાં નારાજગી જોવા મળી રહી છે.

(12:57 pm IST)