Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાણાવાવમાં પીસ્તોલ અને દેશી તમંચો ૭ કારતૂસો સાથે ર બિહારી શખ્સો ઝડપાયા

હથિયારો સાથે ઝડપાયેલા ર બિહારી શખ્સોની તસ્વીર. (તસ્વીર : સ્મીત પારેખ, પોરબંદર)

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૪ :  રાણાવાવમાં પીસ્તોલ અને દેશી તમંચો તથા ૭ કારતૂસ સાથે ર બિહારી શખ્સો મનીષકુમાર રામદેવસિંગ તથા સંદિપકુમાર મુકેશસિંગને પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.

પોરબંદર જિલ્લામાં ગેરકાનૂની હથીયાર શોધી કાઢવા માટે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનિન્દરસિંહ પવાર તથા  પોરબંદરના પોલીસ અધિક્ષક ડાઙ્ખ.રવિ મોહન સૈની  દ્વારા આપેલ સુચના અન્વયે તાજેતરમાં પોરબંદર એસ.ઓ.જી. તથા રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા ચાર વર્ષથી નાસતા ફરતા ઈસમને ગેરકાનૂની હથીયાર સાથે ઝડપી પાડયા બાદ પોરબંદર એસ.ઓ.જી.દ્વારા અન્ય એક હથિયાર- બંદુક શોધી કાઢ્યા બાદ આ સિલસિલાને યથાવત રાખી પોરબંદર જિલ્લા પોલીસની કામગીરીમાં યશકલગી રૂપ  પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં જરૂરી વોચમાં હોય જે દરમ્યાન  હેડ કોન્સ. જે.પી.મોઢવાડિયા તથા પો.કોન્સ.હિમાન્શુભાઈ વાલાભાઈ ને બાતમી રાહે હકિકત મળેલ કે, રાણાવાવ શહેરમાં કોઈ અજાણ્યા પરપ્રાંતિય ઈસમો હથીયાર-બંદુક વેચવા આવેલા છે. તેવી માહિતી મળતા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર બલભદ્રસિંહ એસ.ઝાલા તથા ડી.સ્ટાફના એ.એસ.આઈ. એમ.ડી.મકવાણા તથા હેડ કોન્સ. જે.પી.મોઢવાડિયા તથા પો.કોન્સ.હિમાન્શુભાઈ વાલાભાઈ, સંજયભાઈ વાલાભાઈ, જયમલભાઈ સામતભાઈ, સરમણભાઈ દેવાયતભાઈ, પરબતભાઇ લક્ષ્મણભાઇ વગેરે સ્ટાફે જરુરી કોમ્બીંગ કરી રાણાવાવ હોળી ચકલા થી વાગડિયાવાસ જતા રસ્તામાં (૧) મનિષ કુમાર રામદેવ સિંગ કુશવાહા તથા (૨) સંદિપ કુમાર મુકેશસિંગ કુશવાહા રહે.બન્ને ચકહવીવ, જિ.સમસ્તિપુર બિહાર વાળાઓને એક પિસ્ટલ તથા પિસ્ટલના પાંચ કારતુસ તથા એક દેશી તમંચો તથા તેના બે કારતુસ વગેરે મળી કુલ રૂ.૪૦૨૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેના વિરુદ્ઘ હથીયાર ધારા મુજબનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:58 pm IST)