Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

જુનાગઢ જેલમાં એક કેદી ચડામાં મોબાઇલ છુપાવીને ફરતો પકડાયો

ઝડતી દરમિયાન ત્રણ મોબાઇલ ફોન કબ્જે

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૪ : જુનાગઢ જિલ્લામાં કેદીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુ મળી આવવાનો સિલસિલો જારી રહયો છે. ગઇકાલે અમદાવાદ ઝડતી સ્કવોડનાં દેવશીભાઇ રણમલભાઇ કરંગીયા વગેરે જુનાગઢ જેલમાં ઓચિંતા ખાબકયા હતા અને ઝડતી લીધી હતી.

સાડા ત્રણ કલાક ચાલેલી ઝડતીની કાર્યવાહી દરમિયાન જેલની અંદર દવાખાનાની બહાર ઉભેલ સાગર પ્રવિણ રાઠોડ નામના કાચા કામના કેદીની અંગ ઝડતી કરતા તેણે પહેરલ ચડાની અંદર કમરના ભાગે છુપાવેલ રાખેલ માઇક્રોમેકસ કંપનીનો મોબાઇલ ફોન મળી આવતા ઝડતી સ્કવોડ ચોંકી ઉઠી હતી.

આ કેદીને મોબાઇલ સાથે પકડી પાડવા ઉપરાંત ઝડતી સ્કવોડે જુનાગઢ જેલમાં આઉટ સર્કલમાં આવેલ સ્ટોર રૂમ પાછળ વડના ઝાડ તેમજ પાણીની ટાંકી વચ્ચે ભંગારના ડબાઓની વચ્ચે છુપાવી રાખેલ  સેમસંગ કંપનીનો એ/ન્ડ્રોઇડ તથા કિપેડવાળો મોબાઇલ મળી આવ્યો હતો.

અંગ ઝડતી સ્કવોડે ત્રણ મોબાઇલ ફોન કબ્જે કરી સાગર રાઠોડ અને અન્ય અજાણ્યા ઇસમ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જેની વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એચ. મારૂ ચલાવી રહયા છે.

(1:01 pm IST)