Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી બાઇક ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી ટંકારા પોલીસ

મોરબી - ટંકારા તા. ૨૫ : પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી હિરાપર ગામના બાઇક ચોરીનો ગુન્હો ડીટેકટ ટંકારા પોલીસે કરેલ છે.

પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને રાધીકા ભારાઇ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં બનતા ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ટેકનીકલ માધ્યમની મદદથી શોધી કાઢવા તેમજ પોકેટ કોપ મોબાઇલ એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા સુચના અપાયેલ હોય જે અનુસંધાને ટંકારા પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે ના.રા પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન લતીપર ચોકડી પાસે વાહન ચેકીંગ દરમ્યાન નંબર પ્લેટ વગરનુ મો.સા બે ઇસમો ચલાવી નીકળતા મો.સાના એન્જીન નંબર - ચેસીસ નંબર પરથી પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનમાં સર્ચ કરતા સદરહું મો.સા રજી નંબર જી.જે.૦૩.એચ.એન-૩૭૮૭ વાળુ હોય જે ટંકારા પો એ એ પાર્ટ ગુન્હો રજી નંબર ૧૧૧૮૯૦૦૬૨ ૧૦૨ ૨૩/૨૦૨૧ ઇ.પી.કો.૩૭૯ ના કામે હિરાપર ગામેથી ચોરીમાં ગયેલ હોય જેથી ઉપરોકત બન્ને ઇસમો યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા હોય પોકેટ કોપ એપ્લીકેશન મદદથી બાઇક ચોરીનો વર્ણ શોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે.તથા બન્ને ઇસમોનો કોરોના ટેસ્ટ કરવાનો બાકી હોય પો.સ્ટે. ખાતે કોરોન્ટાઇને રાખેલ છે.

પકડેલ આરોપી(૧) સુરેશ ઇડલાભાઈ મહિડા જાતે ભીલ આદિવાસી ઉ.વ.૨૪ ધંધો ખેત મજુરી રહે હાલ હિરાપર ગામ ચતુરભાઈ ગાંડુભાઈ પટેલની વાડી તા. ટંકારા જિ. મોરબી મુળ રહે. ગીલજરી ગામ રૂડધો ફળીયુ તા જિ અલીરાજપુર (એમપી) તથા (૨) સંજયભાઈ ઇડીયાભાઈ બાંભણીયા જાતે ભીલ આદીવાસી ઉ.વ.૨૭ ધંધો ખેત મજુરી રહે હિરાપર ગામ ચતુરભાઈ ગાંડુભાઈ પટેલની વાડી તા. ટંકારા જિ. મોરબી મુળ રહે. ભડીયાની ચોકી પુજારા ફળીયુ થાણા ચાનપુર તા જિ અલીરાજપુર

ઉપરોકત કામગીરી મા અમો પો.સબ ઇન્સ.બી.ડી.પરમાર તથા સર્વલન્સ સ્કવોડ ના પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ જગજીવનદાસ નીમાવત તથા અનાર્મ પો.હેડ કોન્સ એ.પી.જાડેજા તથા આર્ડ પોહેડ કોન્સ કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા વિજયભાઈ ખેંગારભાઈ ચાવડા તથા ખાલીદખાન રફીકખાન તથા વિજયભાઇ પરબતભાઇ ચાવડાએ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ હતી.

(10:33 am IST)