Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

હળવદના ચંદ્રગઢમાં જમીનના ડખ્ખામાં ધોકા-પાઇપ ઉલળ્યાઃ ચાર ઘાયલ થયા

જયંતિ, ઇશ્વર, કાંતાબેન અને લક્ષ્મીબેનને રાજકોટ ખસેડાયાઃ કુટુંબીજનોએ જ હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૫: હળવદના ચંદ્રગઢ ગામ રહેતાં કોળી પરિવારના ચાર સભ્યો પર કુટુંબીજનોએ જ જમીનના ડખ્ખામાં લાકડી-પાઇપથી હુમલો કરતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ચંદ્રગઢ રહેતાં જયંતિ કાનજીભાઇ નંદેસરીયા (ઉ.૩૨), તેના માતા લક્ષ્મીબેન કાનજીભાઇ (ઉ.૬૫), ભાઇ ઇશ્વર કાનજીભાઇ (ઉ.૩૩) તથા સગા કાંતાબેન નટુભાઇ કુકવાડા (ઉ.૪૨) સાંજે સાડા છએક વાગ્યે વાડીએ હતાં ત્યારે કોૈટુંબીક ભાઇઓ રમશ, વિક્રમ, કલ્પેશ સહિતે આવી લાકડી પાઇપથી હુમલો કરી ઇજા કરતાં ચારેયને લોહીલુહાણ હાલતમાં હળવદ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. બે વિઘા જમીનના ભાગ પડી ગયા હોવા છતાં વધુ જમીન માંગી હુમલો કરાયાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:37 am IST)