Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

શાપર -વેરાવળમાં રોડની સાઇડમાં સૂતેલા વૃધ્ધા બબુબેન ઉપર ટ્રક ફરી વળતા મોત

રાજકોટ,તા. ૨૫: શાપર-વેરાવળમાં રોડની સાઇડમાં સૂતેલા વૃધ્ધા ઉપર ટ્રક ફરી વળતા કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળમાં સર્વોદય પોસ્ટ ઓફિસની સામે ગીરનાર ટ્રાન્સપોર્ટની સામે ઝુંપડામાં રહેતા બબુબેન કાંતીભાઇ કાનાણી વાંજા (ઉવ.૬૫) રાત્રીના બાજુમાં આવેલ સીમેન્ટ રોડની સાઇડમાં સૂતા હતા ત્યારે તેના ઉપર ટ્રક નં. એમ.પી. ૦૯એચ.જી.૭૧૯૩ ફરી વળતાં ચગદાઇ જતા તેનું ઘટના સ્થળે કરૂણ જ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક સાથે નાસી છૂટ્યો હતો. આ બનાવની મજૂર પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવ અંગે મૃતક વૃધ્ધના પુત્ર વિજયભાઇ કાંતીભાઇ કાનાણી રહે. હાલ શાપર -વેરાવળ મુળ સાવરકુંડલાએ ટ્રક ચાલક સામે શાપર વેરાવળ મુળ સાવરકુંડલાએ ફરીયાદ કરતા પી.એસ.આઇ વી.બી.બરબસીયાએ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)