Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કૃષિ કાયદાના વિરોધમાં કાલે ભારત બંધનાં એલાનને ગુજરાત સંયુકત કિશાન સંઘર્ષ સમિતિનો ટેકો

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. રપ :.. ગુજરાતના શહેરો અને ગામડાના ખેડૂતો શ્રમજીવીઓ વેપારીઓ માર્કેટ યાર્ડ કારખાના માલીકો ધંધા-રોજગાર બંધ રાખી ભારત બંધમાં જોડાવવા ગુજરાત સંયુકત કિશાન સંઘ સમિતિનું આહવાન દેશી વિદેશી કંપનીઓને લાભ આપવા માટે ત્રણ ખેતી કાયદાઓ કેન્દ્ર સરકારે પ જુન ર૦ર૦ થી બનાવ્યા છે.

૧ માર્કેટ યાર્ડને અસર કરતો કાયદો ર. કોન્ટ્રાકટ આધારીત ખેતી. ૩. ખેત પેદાશોનો અમર્યાદીત સંગ્રહની છૂટ આપતો આવશ્યક ચીઝ વસ્તુ સંશોધન કાયદો આ ત્રણ કાયદાઓ ખેડૂતોનાં હિતમાં ન હોય માટે પાછા ખેંચી લેવાની માગણી અને ટેકાના ભાવની ગેરંટીનો કાયદો બનાવની માગણી સાથે સંયુકત કિશાન મોરચાએ દિલ્હીની સરહદો ઉપર આંદોલન શરૂ કરી દીધું છે.

દિલ્હી સરહદો ઉપર અનિશ્ચીત મુદતના ચક્કાજામ આંદોલન ર૬-૩-ર૧ ના રોજ ચાર મહીના પુરા થાય છે તે દિવસે ભારત બંધનું એલાન અપવામાં આવ્યુ છે. સંયુકત નિવેદનમાં જણાવેલ છે કે ત્રણ કૃષિ કાળા કાયદા હટાવો અને એમએસપીની ગેરંટીનો કાયદો બનાવોની માગણી માટે છેલ્લા ચાર મહીનાથી દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે.

તેથી ખેડૂતો જાગૃત થયા છે. તેમજ ખેતી સાથે સંકળાયેલા વેપારના ધંધાર્થીઓ પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં છે ત્યારે કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિની સામેનું ભારત બંધ સફળ રહેશે ભારત બંધ પછી પણ ખેડૂત આંદોલન ચાલુ રહેશે દેશના કરોડો લોકો આંદોલનમાં જોડાયેલા હોય ત્યારે ત્રણ કૃષિના કાળા કાયદા દુર કરવા માટે સરકારને મજબુર બનવું પડશે.

ગુજરાત સંયુકત કિશાન સંઘર્ષ સમિતીના આગેવાનો ભારત બંધને સફળ બનાવવા ગામડાના પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ડાયાલાલ ગજેરા, પાલભાઇ આંબલીયા, દક્ષિણ ગુજરાતમાં જયેશ પટેલ અને રમેશ પટેલ, મધ્ય ગુજરાતમાં સુરેશ પટેલ, ડાયાભાઇ જાદવ, સોમજીભાઇ કટારા, અખમભાઇ રાવલ, ઉતર ગુજરાતમાં પરસોતમભાઇ પરમાર, દિનેશભાઇ રબારી,  ભારત બંધને  સફળ બનાવવા જવાબદારી સંભાળી છે.

(11:40 am IST)