Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

જામનગરના સિનીયર જર્નાલીસ્ટ આઠ મહિનાથી ઘરમાં છતા કોરોના થયો :આશ્ચર્ય સાથે ચિંતા

સંસદસભ્ય પૂનમબેને લોકસભા સત્રમાંથી ચિંતા કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૫: જામનગરના સિનિયર જર્નાલીસ્ટ ભરત જી. ભોગાયતા પેટ વગેરે તકલીફના કારણે આઠ મહિનાથી વર્ક ફ્રોમ હોમ કરે છે તેમને ગત રાત્રે કોરોના પોઝીટીવ થતા પરિવાર જનો સ્વજનો ડોકટરો મિડીયા મિત્રો સૌને આશ્ચર્ય થયુ છે તેમજ ચિંતા પણ ઉપજાવે તેવો કિસ્સો બન્યો છે

 

આ સમાચાર મળતા લોકસભાના સત્રમા વ્યસ્ત સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ ચિંતા કરી તેમજ ભરતભાઈ ને તેમના પરિવારજનોને માનસીક મજબુતી માટે પ્રોત્સાહન આપી કાળજી લેવા માર્ગદર્શન આપ્યુ તેમજ જીજીએચની કોવિડ હોસ્પીટલના નિષ્ણાંત તેમજ સિનીયર ડોકટરો સાથે રિપોર્ટસ લાઇન ઓફ ટ્રીટમેન્ટ જાણી જરૂરી ભલામણ કરી છે. તેમજ ભરતભાઇને આત્મવિશ્વાસ વધે તેમ હિંમત પુરી પાડી છે.

ભરતભાઇ બે દાયકાથી વધુ સમયથી પત્રકાર હોઇ જામનગરથી માંડી રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત મુબઇ સહિતના પત્રકાર મિત્રો તેમજ અન્ય તબીબો અને સરકારી કર્મચારીઓ મિત્રો ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ માહિતી ખાતાના મિત્રો નિવૃત અધીકારીઓ કર્મચારીઓ કોલેજ મિત્રો સહિત દરેક ક્ષેત્રના તેમના જાણીતા તબિયત પુછી ફોનથી મેસેજથી ગેટ વેલ સુનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે

જાણવા મળ્યા મુજબ જામનગરની સરકારી જીજી હોસ્પીટલના તબીબો પણ દર ત્રણ ચાર કલાકે ઓકસીજન લેવલ ટેમ્પરેચર પેઇન ઉધરસ વગેરેની વિગત લઇ રહ્યા છે અને હાલ તે હોમ કવોરોન્ટાઇન છે.

(1:01 pm IST)