Gujarati News

Gujarati News

News of Monday, 25th July 2022

ટીબંડીના પાટિયા પાસે વરસાદી પાણી ભરેલા ખાડામાં દરરોજ ખાબકતા વાહનો.

મસમોટા જીવલેણ ખાડામાં દરરોજ ચારથી પાંચ વાહનો ખુંપી જતા હોવા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા આજે એક વધુ રીક્ષા પલ્ટી મારી ગઈ.

 મોરબીના ટીબંડીના પાટિયા પાસે રોડની વચ્ચોવચ એટલી હદે ખાડા પડયા છે કે એ ખાડા વરસાદી પાણી ભરતા આવા વરસાદી પાણી ભરેલા ખાડા જોખમી બન્યા છે. દરરોજ ચારથી વધુ વાહનો આ વરસાદી પાણી ભરેલા ખાડામાં ખુંપી જાય છે છતાં તંત્રને રેલો ન આવતા આજે વધુ એક રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. પણ સદનસીબે જાનહાની થઈ નથી.


મોરબી નજીક હાઇવેને જોડતા ટીબંડીના પાટિયા પાસે રોડની હાલ વરસાદમાં નાજુક હાલત થઈ ગઈ છે. હજારો વાહનોની અવરજવર ધરાવતા આ ટીબંડીના પાટિયા પાસે રોડ ઉપર જીવલેણ ગાબડા પડ્યા છે. અહીંથી માલ સમાન ભરેલા ટ્રક, ડમ્પર, કન્ટેનર તેમજ ફોરવહીલ અને ટું વહીલર મોટી માત્રામાં પસાર થતા હોય ઝડપથી નીકળે ત્યારે આ જોખમી ખાડામાં ફસાઈ જાય છે. જેમાં હાલ વરસાદ હોવાથી ખાડામાં પાણી ભરેલા હોય દૂરથી પાણી જ દેખાતું હોય જેવા વાહનો નીકળવાની કોશિશ કરે કે તરતજ નીચે ખાડામાં વહીલ ફસાઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આવી ઘણા દિવસોથી સમસ્યા છે. દરરોજ 4 થી વધુ જેમાં ટ્રક, ડમ્પર, કાર જેવા વાહનો ફસાઈ જાય છે. એ વાહનો માંડ માંડ બહાર નીકળે છે. આજે તો એક રીક્ષા ફસાઈ ગઈ હતી. પણ સદનસીબે જાનહાની થઈ નથી. આ ખાડા ભારે જોખમી થઈ ગયા હોય કોઈનો જીવ લે તે પહેલાં તંત્ર જાગે તેવી માંગ સ્થાનિકોએ ઉઠાવી છે.

 

(9:51 pm IST)